Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

પોરબંદર એનએસયુઆઇ દ્વારા આવેદનપત્ર

પોરબંદરઃ પોરબંદર જિલ્લામાં બોગસ શિક્ષકોનો પર્દાફાશ થયા બાદ હજુ આ બાબતે ચેકિંગ હાથ ધરવામાં આવે. વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં બંધ થાય તેવી માગણી સાથે એનએસયુઆઇ દ્વારા જિલ્લા શિક્ષણઅધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. કોરાના વાઇરસને લીધે શાળા કોલેજો અને ખાનગી ટયુશન કલાસમાં ર૯ માર્ચ સુધી બંધ કરવાનો પરિપત્ર સાથે આદેશ અપાયો છે ત્યારે આ પરિપત્ર તા.૧પ એપ્રીલ સુધી લંબાવાની જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆતમાં જણાવ્યું હતું. એન.એસ.યુ.આઇ. દ્વારા આવેદનપત્ર આપતી વેળાએ એન.એસ.યુ.આઇ.ના તીર્થરાજ બાપોદરા, જિલ્લા પ્રમુખ કિશનભાઇ રાઠોડ, ધર્મેશભાઇ પરમાર, ઉમેશરાજ બારૈયા, યશાભાઇ ઓઝા રાજાભાઇ વાજા વગેરે હાજર રહ્યા હતા. આવેદનપત્ર પાઠવ્યું તે તસ્વીર.

(11:37 am IST)