Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

પોરબંદરમાં ઘેર ઘેર ચકલીના માળાનું વિતરણ

પોરબંદર : વિશ્વ ચકલી દિને સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના પોરબંદર જિલ્લા પ્રમુખ ક્રિષ્નાબેન ઠાકર દ્વારા કોરોના વાઇરસના કહેરને કારણે ચકલીના માળાઓનું વિતરણ જાહેરમાં ભીડમાં વિતરણ કરવાને બદલે ઘેર ઘેર બાળકોને વિનામુલ્યે ચકલીના માળા વિતરણ કરવામાં આવ્યા હતા. ક્રિષ્નાબેન ઠાકર દ્વારા ચાલતી સેવાકીય પ્રવૃતિઓમાં ચકલીના માળા ઉપરાંત કાપડની થેલી વિતરણ કરવામાં આવે છે. આ પ્રવૃતિમાં તેમના પુત્ર શુભમ ઠાકર પણ જોડાય છે. ઘેર ઘેર ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું તે તસ્વીર.

(11:36 am IST)