Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

લોકરક્ષક દળની ભરતીમાં અન્યાય મુદ્દે હળવદમાં આવેદન

હળવદ : લોકરક્ષકદળની ભરતી બાબતે અન્યાય થતા પુરૂષ ઉમેદવારોએ હળવદ મામલતદારને આવેદનપત્ર પાઠવીને જણાવ્યુ છે કે, આ પ્રક્રિયા અંતર્ગત રાજય સરકારે મૂળ જાહેરાત સિવાય મહિલા ઉમેદવારોની સંખ્યા અંદાજે ૨૪૮૫ને વધારો કર્યો છે. પરંતુ રાજય સરકારના મહિલા અનામત કાયદા મુજબ કોઇપણ સરકારી નોકરીઓમાં ૩૩% મહિલાઓ અને ૬૭% પુરૂષોને સ્થાન આપવુ જોઇએ. આથી સ્થાનિક મહિલાઓની સંખ્યા વધારવાની સામે પુરૂષ ઉમેદવારોની સંખ્યા પણ વધારવાની જરૂરીયાત છે. આ સમસ્યાથી રાજયની ૫૦૦૦ જેટલા પરિવારોને અને ઉમેદવારોને અસર થઇ રહી છે.(તસ્વીર-અહેવાલ : દિપક જાની, હળવદ)

(11:31 am IST)