-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
ચોરવાડ કન્યા પ્રા.શાળાના શિક્ષકોને રાષ્ટ્રકક્ષાએ સન્માન

જૂનાગઢ તા.૧૯ : જિલ્લાની માળીયા (હા.) તાલુકાની સરકારી પ્રા.શાળા શ્રી કન્યા પ્રા.શાળા ચોરવાડમાં ધો.૬ થી ૮માં સામાજીક વિજ્ઞાનના વિષય શિક્ષક તરીકે ફરજ બજાવતા હિંડોચા ઉર્નીબેન લયેશકુમારને મહર્ષિ અરવિંદ સો. દિલ્હી અને એચડીએફસી બેંકના સંયુકત ઉપક્રમે આયોજીત શિક્ષણમાં શૂન્ય નિવેશ નવાચાર (ઝીરો ઇન્વેસ્ટમેન્ટ ઇનોવેશન ઇન એજયુકેશન ઇનીટીટીવ્સ) અંતર્ગત અપાતા રાષ્ટ્રીયકક્ષાના એવોર્ડથી પ્રતિષ્ઠિત સંસ્થા આઇઆઇટી દિલ્હી ખાતે કેન્દ્રીય કક્ષાના માનવ સંશાધન અને વિકાસ મંત્રી રમેશ પોખરીયાલ નિશંકના હસ્તે તા. ૧ માર્ચના રોજ સન્માનીત કરાયા. ઉર્જાબેન પોતાની શાળામાં હંમેશા અવનવા પ્રયોગો હાથ ધરે છે જેનો મુખ્ય હેતુ શિક્ષણનું સરણીકરણ દ્વારા બાળકો અસરકારક શિક્ષણ મેળવે અને બાળકોને લાંબો સમય સુધી મેળવેલ જ્ઞાન યાદ રહે એ છે.
ઉપરોકત પ્રયોગમાંથી એક પ્રયોગ બિન્ગો ગેમ ઉતરોતર જિલ્લાકક્ષાએ તથા રાજયકક્ષાએ પસંદગી પામ્યો. ત્યારબાદ આ પ્રયોગ માટે રાજયકક્ષાએ આ શિક્ષકને સાંદિપની ગુરૂગૌરવ એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા તેમજ રાજય અને એશિયાની પ્રતિષ્ઠિત સંસ્થા આઇઆઇએમ અમદાવાદ દ્વારા પણ આ પ્રયોગ શિક્ષકોની તાલીમ અંતર્ગત કેસ સ્ટડીમાં સ્થાન પામ્યો. અંતમાં ૨૦ લાખ જેટલા નાવીન્યપુર્ણ પ્રયોગોમાંથી સમગ્ર ભારતમાંથી કુલ ૧૦૦૦ જેટલા નવીનતમ પ્રયોગોને નેશનલ એવોર્ડ માટે પસંદ કરાયા જેમાં ગુજરાતના કુલ રપ પ્રયોગોને એવોર્ડથી નવાજવામાં આવ્યા.
શૂન્યથી સશકિતકરણની આ સફરની સફળતા માટે ઉર્જાબેન ઇશ્વર શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, આપ્તજનો તથા સહયોગી તમામ વ્યકિતઓનો હૃદયપુર્વક આભાર વ્યકત કરે છે.