Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

પોરબંદરઃ દારૂના ગુન્હામાં એક વર્ષથી નાસતો ફરતો રાણા મોરી ઝડપાયો

પોરબંદર,તા.૧૯: રાણાવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દારૂના ગુન્હામાં એક વર્ષથી નાસતો ફરતો રાણાપાલા મોરી (ઉવ.૨૭) રે. સખપુર તા. જામજોધપુરવાળાને પોરબંદરના પેરોલ ફર્લો સ્કોવર્ડ પકડીને રાણાવાવ પોલીસ સ્ટેશનને સોંપી દીધેલ છે.

ડી.જી.પી.શ્રી ગાંધીનગરનાઓ તરફથી નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા માટેની જુંબેશ ચાલુ હોય જેથી પોરબંદરઙ્ગ જીલ્લાપોલીસ અધિક્ષક ઊડજીક ડો.પાર્થરાજસિંહ ગોહિલે જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ટીમોને સુચના અને જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને પેરોલ ફર્લો સ્કવોડનાઙ્ગ ર્ંઈન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેકટર એચ સી ગોહિલની રાહબરી હેઠળઙ્ગ સ્ટાફના માણસોઙ્ગ પોરબંદર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ર્ંપો.કોન્સ. પિયુષભાઈ સિસોદિર્યાં ને મળેલ બાતમી આધારે બોરડી ગામના પાટિયા પાસેથી આરોપી રાણા પાલા મોરી ઉ. વ. ૨૭ રહે. સખપુર ગામ તા. જામજોધપુર જી. જામનગર વાળાનેઙ્ગ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહી કલમ-૬૬(૧)b,૬૫e,૧૧૬(b),૮૧ મુજબના ગુન્હામાં નાસતો ફરતો હોય  આરોપીને ધોરણસર અટક કરી રાણાવાવ પોલીસ સ્ટેશન ને સોંપી આપેલ છે.

આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સપેકટર એચ સી ગોહિલ તથા પેરોલ ફર્લો સ્કવોડના એએસઆઇ એ.જે. સવનિયા હેડ કોન્સ્ટેબલ પિયુષ કચરાભાઈઙ્ગ પો.કોન્સઙ્ગ પિયુષ રણમલભાઇ, સંજયભાઈ ચૌહાણ, ડ્રાઇવર રોહિત સોનુસિંહ  વિગેરે પોલીસ સ્ટાફના માણસો જોડાયા હતાં.

(11:27 am IST)