Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

પેટના દુઃખાવાથી કંટાળી મેઘપરના મંજુબેન રાઠોડનો સળગીને આપઘાત

રાજકોટ તા. ૧૯: માળીયા મિંયાણાના મેઘપરમાં રહેતાં મંજુબેન વિજયભાઇ રાઠોડ  (ઉ.વ.૩૫) નામના વણકર મહિલાએ ગઇકાલે બપોરે ઘરે અગ્નિસ્નાન કરી લેતાં ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ રાત્રીના દમ તોડી દીધો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે મોરબી પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર મંજુબેનને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. પતિ વિજયભાઇ કડીયા કામ કરી ગુજરાન ચલાવે છે. મંજુબેનને પેટમાં ગાંઠ થઇ હોઇ તેના કારણે સતત દુઃખાવો રહેતો હોવાથી કંટાળી જઇ આ પગલુ ભર્યુ હતું. બનાવને પગલે પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(11:26 am IST)