-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Thursday, 19th March 2020
માણાવદર પાલિકાનો સદસ્ય દારૂ સાથે ઝડપાયો?
તેના બદલે બીજાને ફીટ કરી દીધાની ભારે ચર્ચાઃ પ્રજામાં તપાસની માંગ
માણાવદર તા. ૧૯ :.. શહેરમાં ગત રાત્રીનાં પાલિકાનો સદસ્ય દારૂની બોટલ સાથે પકડાયો તો બીજાને ફીટ કરી મામલો રફેદફે કરી દેવાયાની ઘટના ટોક ઓફ ધી ટાઉન બની છે. આ ચર્ચાએ જોર પકડયું છે ત્યારે આ પાલિકા સદસ્ય કોણ ? તેને છોડાવવા કોણે ભૂમિકા ભજવી? શું સદસ્યના બદલે બીજાને ફીટ કરી દેવામાં આવ્યો ? તેવી ચર્ચાઓ થઇ રહી છે.
પહેલા તો દારૂ કયાંથી આવ્યો ? દારૂ ના કેસમાં રાતોરાત આરોપીને જામીન કેવી રીતે મળી ગયા? હકિકતે દેશી દારૂમાં ર૪ કલાક રાખવાનો નીયમ છે. તો ઇગ્લીશ દારૂમાં તત્કાલ છોડવામાં આવ્યા છે કે કેમ ? આમાં મોબાઇલ લોકેશન સહિત જો તપાસાય તો ઘણું બહાર આવે તેમ હોવાની પ્રજાજનોમાં ચર્ચા થઇ રહી છે.
(11:25 am IST)