Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

વાંકાનેરમાં ભૂગર્ભ ગટરના પાણી પીવાના પાણીની પાઈપલાઈન સાથે જોડાઈ જતા દેકારો

વાંકાનેર, તા. ૧૯ :. વાંકાનેરના હાર્દસમા જીનપરા વિસ્તારની શેરી નં. ૧૩માં ભૂગર્ભ ગટરના પાણી પીવાના પાણીની પાઈપલાઈન સાથે જોડાઈ જતા દેકારો મચી ગયો છે.

કોરોના, સ્વાઈન ફલુની દહેશત વચ્ચે આ ગંદા પાણીની બોટલો સાથે આ વિસ્તારની મહિલાઓએ પાલિકાની ઓફિસે જઈ વહીવટી અધિકારીઓને જાણ કરેલ. જો કે તેના જવાબમાં અધિકારીઓએ એવો ખુલાસો કરેલો કે 'આવુ ગંદુ પાણી મળશે પીવુ હોય તો પીવો'. જો રોગચાળો ફાટી નિકળશે તો વાંકાનેરની હોસ્પીટલ પણ ઓછી પડશે એવી દહેશત વ્યકત કરાઈ રહી છે.

(11:24 am IST)