Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

આમ આદમી મોરબીના પરેશ પારીયાનું રાજીનામું

મોરબી તા. ૧૯ : મોરબી આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ તરીકે એક વર્ષ સુધી કાર્યરત પરેશભાઇ પારીયાએ જીલ્લા પ્રમુખને પોતાનું રાજીનામુ આપતા જણાવ્‍યું છે કે આમ આદમી દ્વારા તેમને શહેરની જવાબદારી સોપવામાં આવી હતી. એક વર્ષ સુધી પ્રજાહિતના કાર્યો કર્યા છે. પ્રમુખપદને એક વર્ષ પૂર્ણ થઇ ગયેલ હોય અને જો પાર્ટીમાં સારી વિચારસરણી વાળી વ્‍યકિત આ પદ સંભાળવા માંગતી હોય તો તેઓ સ્‍વૈચ્‍છિક રજીનામુ આપવા માંગે છે. આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે તેઓ  કાર્યરત રહેશે પ્રમુખે આપેલા રાજીનામાના સ્‍વીકાર કરવામાં આવ્‍યો હોવાનૂં પણ જાણવા મળ્‍યું છે.

(10:32 am IST)