Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

આર્મી ચીફના કચ્છ સરહદના પ્રવાસ દરમિયાન સેટેલાઇટ ફોનના સિગ્નલ ટ્રેસ થતાં ચકચાર

સરહદી વિસ્તારમાં જ સિગ્નલો ઝડપાયા : એજન્સીઓ ઉંધા માથે

ભુજ તા. ૧૯ : બે દિવસ પહેલાં આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણેએ કચ્છ સરહદનું નિરીક્ષણ કરી સુરક્ષા વ્યવસ્થા અંગેની ચર્ચા કરી હતી. દેશના લશ્કરના ત્રણેય પાંખોના વડા એવા સેના પ્રમુખ નરવણેની મુલાકાત દરમ્યાન લખપતના સરહદી વિસ્તારમાં સેટેલાઇટ ફોનના સિગ્નલો ટ્રેસ થતાં ચકચાર મચી ગઇ છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે જાડાય ગામ નજીક સેટેલાઇટ ફોનના સિગ્નલો ટ્રેસ થયા હતા. જોકે, આ ઘટના બાદ એજન્સીઓ ઊંધા માથે છે અને તપાસમાં લાગી ગઈ છે. તો, પશ્યિમ કચ્છ એસઓજી દ્વારા પણ આ અંગે તપાસ હાથ ધરાઈ છે.

તો, એક વાત એવી પણ છે કે, અહીંથી હવાઈ માર્ગે પસાર થતાં વિમાનના રૂટ દરમ્યાન કોઈ વિમાનમાં પણ સેટેલાઇટ ફોનનો ઉપયોગ કરાયો હોઈ શકે છે.(

(10:22 am IST)