Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

ટોલટેકસ મુકિતની માંગ સાથે બીજી એપ્રિલે ઉપલેટા બંધ

ટોલટેકસ મુકિત સમિતિ દ્વારા એલાન : રેલી યોજીને ટોલનાકા ખાતે ચક્કાજામનો કાર્યક્રમ

ઉપલેટા તા. ૧૯ : ઉપલેટા ટોલ ટેકસ મુકિત સમિતિ દ્વારા છેલ્લા બે મહિનાથી ઉપલેટા શહેરના વાહન ચાલકો પાસેથી ડુમીયાણી ટોલ પ્લાઝા દ્વારા વાહન ચાલકો પાસેથી લોકલ ટોલટેકસ ખુબ જ વધારે લેવામાં આવે છે જે અન્ય ટોલ પ્લાઝા ઉપર આટલો વધારે ટોલ ટેકસ લેવામાં આવતો નથી. આ ટોલદરના વિરોધમાં ઉપલેટા શહેરમાં એક ટોલ ટેકસ મુકિત સમિતિ બનાવવામાં આવી છે.

 આ સમિતિને ઉપલેટાના તમામ સમાજો,જાહેર સંસ્થાઓ, જાહેર જીવનના આગેવાનો, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, ડોકટરો, વકીલો વિગેરેએ સમર્થન આપેલ છે. આ ટોલ મુકિત અભિયાનના પહેલા તબક્કામાં લાગતા વળગતા તમામને આવેદનપત્ર પાઠવી આપવામાં આવેલ છે.

જેમા કલેકટરશ્રી, ડેપ્યુટી કલેકટર, સાંસદ સભ્ય, ધારાસભ્યને આવેદન પાઠવી ૧૫ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવેલ હતું અને આ પ્રશ્નોના જવાબનુ ત્યારબાદ કલેકટરશ્રીએ બોલાવેલ તારીખ ૨૪/૨/૨૦૨૦ તેમા તમામ અધિકારીઓ હાજર રહેલ હતા અને ઉપલેટા શહેરને જે લોકલ ટોલટેક્ષ રૂપિયા ૪૫ છે. તેમાં ઘટાડો કરી આપવાની કંપનીએ કલેકટર સમક્ષ બાંહેધરી લીધેલ હતી અને તેના માટે તેમને ૭ દિવસનો સમય આપવામાં આવેલ હતો, તે સમય પુરો થઈ જતા આ કંપની તરફથી કે નેશનલ હાઈવે ઓથોરિટી તરફથી કોઈ પણ પ્રકારનો લેખિતમાં જવાબઙ્ગ મળેલ નથી જે સાબિત કરે છે કે તંત્ર આ પ્રશ્ન માટે કોઈપણ જાતની ગંભીરતા લીધેલ નથી જેના કારણે હવે ઉપલેટા શહેરના લોકોની ધીરજ ખુટી રહી છે અને લોકોમાં ખુબ જ આક્રોશ છે.

આ સમગ્ર હકીકતને ધ્યાને લઈ છેવટે ઊપલેટા ટોલ ટેકસ સમિતિએ મીટીંગ બોલાવી હતી જેમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવેલ હતું કે આવતી તારીખ ૨/૪/૨૦૨૦ ગુરૂવારના રોજ ઉપલેટા બંધ અને ચક્કાજામ કરવાનું નક્કી કરવામાં આવેલ છે સરકારશ્રીના કોરોના વાયરસના લીધે તારીખ ૩૧/૩/૨૦૨૦ સુધીના તમામ કાર્યક્રમો પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે તેને ધ્યાને લઈ આ સમિતિએ આ કાર્યક્રમ ૨ એપ્રિલના રોજ જાહેર કરેલ છે.

આ અભિયાનમાં અમોને જે ઉપલેટા શહેરમાંથી સમર્થન મળેલ છે તે તમામ સામાજિક અને રાજકીય આગેવાનો આ આંદોલનમાં સક્રિય રસ લઈ અમોને જરૂરી માર્ગદર્શન મળે એ માટે આહવાન કરીએ છીએ અને ઉપલેટા શહેરના તમામ વાહન ચાલકો કોમર્શિયલ તથા પ્રાઈવેટ વાહન ચાલકોને અપીલ કરીએ છીએ કે તા. ૨ એપ્રિલના રોજ સવારે ૮ વાગ્યે કોલકી રોડ પર પશુ દવાખાના પાસે પોતાનું વાહન લઈને પહોંચે ત્યાંથી એકીસાથે ડુમીયાણી ટોલ પ્લાઝા ઉપર ચક્કાજામ કરવા ત્યાં વાહનો રાખી આંદોલનની છાવણીમાં વધુમાં વધુ સંખ્યામાં હાજર રહેવા ઉપલેટા ટોલ ટેકસ મુકિત સમિતિ દ્વારા હાકલ કરવામાં આવે છે.(

(10:19 am IST)