Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

માળીયા મિંયાણા પાસે ૨,૭૩ લાખનો દારૂ ઝડપાયો

માળીયા મિંયાળાઃપીએસઆઇ જી.વી.વાણીયાની સુચનાથી સ્ટાફના એએસઆઈ ચેતનભાઈ કડવાતર જયસુખભાઈ વસીયાણી મનસુખભાઈ તથા પંકજભાઈ નાગલાને માળીયા જામનગર હાઈવે ઉપર રાત્રી પેટ્રોલીંગ દરમ્યાન બોલેરો ગાડી નંબર જીજે-૧૨-સીડી-૫૮૯૨ નંબરની બોલેરો ગાડીના પાછળના ભાગે ઘાસચારા ભરેલ હોય પરંતુ શંકા જતા ઘાસચારો હટાવવામાં આવતા તેની નીચેથી છુપાવેલ ઇગ્લીંશ દારૂની પાર્ટી પેસીયલ ડિલકસ વ્હીસ્કીની બોટલો નંગ ૯૧૨ કિંમત રૂ.૨,૭૩,૬૦૦નો દારૂ મળી આવતા દારૂ અને બોલેરો ગાડી મળીને કુલ રૂ.૩,૭૩,૬૦૦નો મુદ્દામાલ જપ્ત કરી નાસી છુટેલા બેાલેરેા કારના ચાલક સામે પ્રેાહિબીશન એકટ મુજબ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. દારૂ પકડી પાડવામાં આવ્યો તે તસ્વીર.(

(10:13 am IST)