-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
રાજીનામું આપનાર ધારાસભ્ય પ્રવિણ મારૂના ઘરની બહાર મહિલા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
મહિલાઓએ મારૂના ઘરની બહાર બંગડીઓ આપીને પોતાનો વિરોધ નોંધાવ્યો

ભાવનગરઃ ગુજરાતમાં ચાર બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં ભંગાણ પડ્યું હતું. કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા હતા. જેમાં ગઢડા-ઉમરાળાનાં ધારાસભ્ય પ્રવિણ મારૂનો પણ સમાવેશ થાય છે. તેમના રાજીનામાં બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં પણ ગુસ્સો જોવા મળી રહ્યો છે. પ્રવિણ મારૂએ આ નિર્ણય માટે વિરોધનો સામનો પણ કરવો પડી રહ્યો છે. ત્યારે આજે ભાવનગર જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા પ્રવિણ મારૂના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ધારાસભ્ય પદેથી રાજીનામું આપનાર પ્રવિણ મારૂના ભાવનગર ખાતે આવેલા નિવાસ્થાને મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહિલાઓએ મારૂના ઘરની બહાર બંગડીઓ આપીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.મહિલાઓએ ધારાસભ્ય 25 કરોડમાં વેંચાઈ ગયા છે તેવો સૂત્રોચ્ચાર પણ કર્યો હતો.જ્યારે મહિલાઓ વિરોધ પ્રદર્શન કરવા પહોંચી ત્યારે પ્રવિણ મારૂ ઘરે હાજર નહતા. પ્રદર્શન કરનારા મહિલા કોંગ્રેસના કાર્યકરોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જ્યારે પ્રવિણભાઈ સામે આવશે ત્યારે તેમને ચોક્કસ શબ્દોમાં જવાબ આપવામાં આવશે