Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

મુન્દ્રામાંથી બર્માથી આવેલો વધુ એક રોહીંગ્યા મુસ્લિમ યુવાન ઝડપાયો

બર્મીઝ ઘૂસણખોરે ભારતીય નાગરિક તરીકે ડ્રાઇવિંગ લાયસન્સ, પાનકાર્ડ બનાવી લીધું હોઈ ચકચાર

ભુજ,તા.૧૯: એટીએસ દ્વારા ગત અઠવાડિયે મુન્દ્રા માંથી રોહીંગ્યા મુસ્લિમ પરિવારના પાંચ સભ્યો ઝડપાયાની ઘટના હજી તાજી જ છે. ત્યાં વધુ એક ધડાકો થયો છે. પોલીસે ઝડપેલા મહમદ અનવર મહમદ હુસેન સુન્ની ની પૂછપરછમાં એ ખુલાસો થયો હતો કે તેનો ૨૦ વર્ષીય ભાઈ મહમદ આરીફ મહમદ હુસેન સુન્ની પણ મુન્દ્રા માં રહે છે. તે અંગે જાણ થયા બાદ ભુજ એસઓજી પોલીસે તેને મુન્દ્રા ની શકિતનગર પાસે આવેલ મજૂર વસાહતમાંથી ઝડપી લીધો હતો. જોકે, આ રોહીંગ્યા મુસ્લિમ યુવાને પણ ભારતના નાગરિક તરીકેનું આધારકાર્ડ, પાનકાર્ડ તેમ જ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી લીધું છે. ચોંકાવનારી વાત એ છે કે, આ બર્મીઝ ઘૂસણખોરે આધારકાર્ડ દિલ્હીમાં બનાવ્યું છે. અત્યારે ભુજ એસઓજી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(10:45 am IST)