Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

સુન્ની મુસ્લિમ ઘાંચી સમાજનો પરીચય મેળો મુલત્વીઃ ૩૧મી સુધી ફોર્મ વિતરણ

રાજકોટ તા. ૧૯ : સમસ્ત સુન્ની મુસ્લિમ ઘાંચી સમાજનો પરિચય મેળો મુલત્વી રાખવામા આવેલ છે.

રાજકોટ જીલ્લામાં વસવાટ કરતા ઘાંચી સમાજના પાંચ વાડા છે. જેમાં સોરઠીયા ઘાંચી ભાદર ગઠીયા ઘાંચી, રાંધનપુરા ઘાંચી, ઝાલાવડીયા ઘાંચી અને હાલાઇ ઘાંચી સમાજ આમ આ સમાજ એક મગની બે ફાડ છે.માટે આ અલગ-અલગ સમાજને એક કરવા માટે અને દરેક સમાજ લક્ષી કાર્ય સાથે મળીને થાય તેમજ આ સમાજમાં એક-બીજા પોતાના સંતાનો દિકરી-દિકરા વળાવી શકે તે હેતુથી રાજકોટના ઓશમાનભાઇ ભુવડના પ્રયત્નો અને મામદભાઇ અગવાન (હાલાઇ ઘાંચી), ગફારભાઇ મહેતર, મુસાભાઇ ગોગદા (સોરઠીયા ઘાંચી), આરીફભાઇ ખલયાણી (ભાદર ગઠીયા ઘાંચી), અકબરભાઇ ધોણીયા (ઝાલાવડીયા ઘાંચી), અલ્લારખા -ભાઇ મકવાણા (રાંધનપુરા ઘાંચી) દ્વારા સમસ્ત ઘાંચી સમાજ રાજકોટની એક કારોબારી સમીતી બનાવવામાં આવી હોવાનું યાદીમાં જણાવાયું છે.

આગામી દિવસોમાં યુવક-યુવતી પરીચય મેળાનું આયોજન કરેલ હતુ. પરંતુ કોરોના વાયરસના પગલે સ્વાસ્થ્ય અને તકેદારીના ભાગરૂપે આ પરીચય મેળો મુલત્વી રાખેલ છેઅને  લંબાવવામાં આવેલ હોવાનું જણાવાયું છે.

અત્રે નોંધનીય છે કે સમસ્ત ઘાંચી સમાજે બૈતુલમાલ સમીટીની રચના કરી છે. જેમાં વિદ્યાર્થીઓને આર્થિક સહાય પણ આપવામાં આવતી હોવાનું જણાવાયુંછે.

આ કાર્યમાં સમસ્ત ઘાંચી સમાજના પ્રમુખ ઓસ્માનભાઇ ભુવડ, મામદભાઇ અગવાન (હાલાઇ ઘાંચી), ગફારભાઇ મહેતર, મુસાભાઇ ગોગદા (સોરઠીયા ઘાંચી), ફીરોઝભાઇ ખલયાણી (ભાદર ગઠીયા ઘાંચી, અકબરભાઇ ધોણીયા (ઝાલાવડીયા ઘાંચી), અલ્લારખાભાઇ મકવાણા (રાંધનપુરા ઘાંચી) શોએલભાઇ ગઢીયા, અખતરભાઇ મેતર જોડાયા છે. વધુ વિગતો માટે મો.૯૯૯૮૧ ૭પ૪૯૦ સંપર્ક કરવા  અફઝલભાઇ મહેતલ, (મો.૮૬૯૦૦ ૯૦૦૦ર) ની યાદીમાં અંતમાં જણાવ્યું છે.

(4:44 pm IST)