Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

હસનવાડી મેઇન રોડની આંગણવાડીના વિવિધ પ્રશ્ન તાકિદે ઉકેલોઃ રજૂઆત

રાજકોટઃ શહેરનાં વોર્ડ નં. ૧૪ના જુના પારડી બોલબાલા માર્ગ હસનવાડી મેઇન રોડ ઉપરના કાટખૂણાની ઘટક નં.૧ કોર્ડ નં. ૧૪૫ ની આંગણવાડીના પાણીની ટાંકીની અંદરનો પંપ ખરાબ થઇ ગયેલ હોવાની અગાસી ઉપરની પાણીની ટાંકી પાણી ભરાતી શકતી ન હોવાથી પાણીના ટાંકીની અંદરનો પાણીનો ઇલેકટ્રીક પંપ રીપેરીંગ કરાવી અપાવા, તથા પાણીનું ટાંકીનું ઢાંકણું ટુટી ગયેલ સીમેન્ટનું આર.સી.સી. તર કરાવી અપાવા તથા ડ્રેનેજ કુંડીઓ જર્જરીત થઇને બુરાઇને બંધ થઇ ગયેલ સહિત આંગણવાડીના પ્રશ્નોનો તાત્કાલીક ઉકેલ લાવવા. સામાજીક કાર્યકર સવજીભાઇ ફળદુ દ્વારા મ્યુ.કમિશ્નરને રજુઆત કરવામાં આવી છે.

(4:24 pm IST)