Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

પંચનાથ હોસ્પિટલમાં ૧ વર્ષમાં ૩૫૦૦થી વધુ ફુલ બોડી ચેકઅપ થયાઃ વિવિધ ૬ પેકેજ

ઔદ્યોગીક, બેંક, વીમા, સરકારી કચેરીઓના કર્મચારીઓનો પ્રતિસાદ : આધુનીક મશીનથી થતાં દરેક પરીક્ષણોઃ નાગરીક બેંકના સભાસદને ૫૦ ટકા વળતર

રાજકોટ : માત્ર ને માત્ર દરિદ્ર નારાયણની તબીબી ક્ષેત્રે રહેલી વેદના કે સંવેદનાને વાચા આપવાં માટે સ્વર્ગસ્થ શ્રી પ્રદ્યુમનભાઈ માંકડ, સ્વર્ગસ્થશ્રી નારણભાઇ મહેતા, વર્તમાન માનદ મંત્રી શ્રી તનસુખભાઈ ઓઝા તથા શહેરના નામાંકિત તબીબો ડો. લક્ષમણભાઇ ચાવડા, ડો. વિનોદભાઈ પંડ્યા, ડો. લલિતભાઈ ત્રિવેદી જેવા સ્થાપકો ટ્રસ્ટી મંડળમાં પણ ગૌરવરૂપ સ્થાન પ્રાપ્ત કરેલ છે. તેમજ ડો. હેમાણી, ડો. વિનોદભાઈ તન્ના તથા શ્રી રજનીભાઇ જોબનપુત્રા જેવા   સલાહકારોના સમન્વય થકી શ્રી પંચનાથ હોસ્પિટલના બીજ રોપાયા જે આજરોજ વટવૃક્ષ બનવા તરફ જઈ રહ્યું છે. જેના ફળશ્રુતિ રૂપે ૫૦ બેડ ધરાવનાર અતિ આધુનિક અને આલીશાન હોસ્પિટલના નિર્માણનું કાર્ય પુરા જોશથી ચાલી રહ્યું હોવાનું યાદીમાં જણાવાયું છે.

 આજના હાઇપર ટેન્શનના યુગમાં ઝડપથી પસાર થઈ રહેલા જવનમાં અનેક લોકો માનસિક તથા શારીરિક રોગોના શિકાર બની રહ્યા છે ત્યારે આવા સંજોગોમાં શ્રી પંચનાથ હોસ્પિટલ દ્વારા નજીવા દરથી રજુ કરવામાં આવેલા ફુલ બોડી ચેક અપ ના પેકેજ અને લોકોની જાગરૂકતા થકી સંપૂર્ણ શરીરના પરીક્ષણોની સંખ્યામાં ધરખમ વધારો થયેલો જોવા મળે છે. છેલ્લા નાણાકીય વર્ષ દરમ્યાન કુલ ૩૫૫૯ લોકોએ ફુલ બોડી ચેક અપ કરાવેલ છે.

  આ યોજનાને વેગ આપવા માટે હોસ્પિટલ દ્વારા ફુલ બોડી ચેક અપ ના કેમ્પ રાખવામાં આવેલ હતા જેમાં રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ, સરોવર પોર્ટિકો, સરકારી પ્રેસ, વીમા કંપનીના કર્મચારીઓ, શાપર વેરાવળના અનેક ઔદ્યોગિક એકમોના કામદારોએ ભાગ લીધેલ હતો. અને હોસ્પિટલ તંત્ર દ્વારા સરકારી કચેરીઓ, બેંકો, મોટા કોમર્શિયલ તથા ઔદ્યોગિક એકમોના સંપર્ક થઈ રહ્યા છે જેનું બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.

હોસ્પિટલ દ્વારા ફુલ બોડી પેકેજ માટે વિવિધ પ્રકારના ૬ પેકેજ નક્કી કરવામાં આવ્યા છે. સંજોગો અનુસાર ડોકટરો દ્વારા સૂચવેલા પરીક્ષણો અથવા તો દર્દીએ સ્વયં નક્કી કરેલા પેકેજમાં રૂ. ૮૫૦, રૂ. ૧૧૫૦, રૂ. ૧૬૫૦, રૂ. ૨૨૫, રૂ. ૨૬૫૦, અને રૂ. ૩૫૦૦ નો સમાવેશ થાય છે.

 જેમાં સી.બી.સી. (જેમાં હિમોગ્લોબીન, પ્લેટલેટ કાઉન્ટ, શ્વેતકણ અને રકતકણ), ઈ.એસ.આર. (ઇન્ફેકશનની તપાસ), એફ.બી.એસ, પી.પી.આર.એસ (બંને ટાઈમની સુગરની તપાસ) આર.એફ.ટી. (કીડનીની તપાસ જેમાં યુરિયા, ક્રેએટીનાઈન, યુરીક એસિડ), લીપીડ પ્રોફાઈલ (કોલેસ્ટ્રોલની તપાસ), એલ.એફ.ટી (લીવરની તપાસ જેમાં બીલીરુબીન, એસ.પી.ટી., એસ.ઓ.ટી., ટોટલ પ્રોટીન, . આલ્યુંમીન, ફોરેસ્ટ), યુરીનની તપાસ, થાઇરોઇડની તપાસ (ટી૩, ટિ૪, ટી.એસ.એચ..), કેલ્સીયમ અને ફિઝિશ્યન કન્સલટેશન (ફિઝિશ્યનને બતાવવાનો ચાર્જ) સહિતના તમામ રિપોર્ટ રૂ. ૮૫૦  માં કાઢી આપવામાં આવે છે. આ પેકેજને ''બેઝિક હોલ બોડી પેકેજ'' નામ આપવામાં આવ્યું છે.

 આવી જ રીતે ''સિલ્વર હોલબોડી પેકેજ'' માં રૂ. ૮૫૦/- માં થતા દરેક ટેસ્ટ ઉપરાંત ઈ.સી.જી. છાતીનો એક્ષ-રે, આંખની તપાસ, દાંતની તપાસ, ફિઝિશ્યન કન્સલટેશન સહિતના રિપોર્ટ .૧૧૫૦ માં થઈ શકે છે. ત્રીજુ પેકેજ ''ગોલ્ડ હોલબોડી પેકેજ'' નક્કી કરવામાં આવ્યું છે જેમાં રૂ ૧૧૫૦   માં થતાદરેક ટેસ્ટ ઉપરાંત ઈ.સી.જી. અને ફિઝિશ્યન કન્સલટેશન સહિતના રિપોર્ટ રૂ. ૧૬૫૦ માં થઈ શકે છે.

ચોથું પેકેજ ''ડાયમંડ હોલબોડી પેકેજ'' રાખવામાં આવ્યું છે જેમાં રૂ. ૧૧૫૦ થતા દરેક ટેસ્ટ ઉપરાંત એચ.બી.એ.આઈ.સી. (છેલ્લા ત્રણ મહિનાનું સરેરાશ ડાયાબીટીઝ), વીટામીન બી-૧૨, વીટામીન ડી-૩, પેટની સોનોગ્રાફી અને ફિઝિશ્યન કન્સલટેશન સહિતના રિપોર્ટ રૂ. ૨૧૫૦ માં થઈ શકે છે.

પાંચમું પેકેજ ,''પ્લેટીનમ હોલબોડી પેકેજ'' છે જેમાં રૂ. ૨૧૫૦ માં થતા દરેક રિપો ઉપરાંત ૨-ડી ઇકો અને ફિઝિશ્યન કન્સલટેશન સહિતના રિપોર્ટ રૂ. ૨૬૬૫૦ માં થઈ શકે છે. 

 છઠ્ઠું ''પ્લેટીનમ કેર હોલબોડી પેકેજ'' માં રૂ. ર૬૫૦ માં થતા દરેક પરિક્ષણો ઉપરાંત ટ્રેડમીલ ટેસ્ટ (ટી.એમ.ટી.) પરિક્ષણ રૂ. ૩૫૦૦,- માં કરી આપવામાં આવે છે. જો પરિક્ષણ કરાવનાર રાજકોટ નાગરિક સહકારી બેંકના સભાસદ હોય તો હોસ્પિટલમાં થતા દરેક પરીક્ષણોમાં ૫૦ % અથવા તો નાણાકીય વર્ષ દરમ્યાન (એપ્રિલ થી માર્ચ) વધુમાં વધુ  ૧૦૦૦  સુધી વળતર આપવામાં આવે છે.

દરેક પરિક્ષણો ઓટોમેટિક અને આધુનિક મશીન દ્વારા કરવામાં આવે છે. તદુપરાંત દિલ્હી સ્થિત હેમેટોલોજી ડીપાર્ટમેન્ટ એઇમ્સ દ્વારાં એકસટર્નલ કવોલિટી એસ્યોરન્સ પ્રોગ્રામમાં સહભાગી બનાવીને હોસ્પિટલની લેબને પ્રમાણિત કરેલ છે.

 આ યોજનાને સફળ બનાવવા માટે શ્રી પંચનાથ સાર્વજનિક મેડીકલ ટ્રસ્ટ ના પ્રમુખશ્રી દેવાંગભાઈ માંકડ, ઉપપ્રમુખ ડો. લક્ષમણભાઇ ચાવડા, માનદમંત્રી શ્રી તનસુખભાઈ ઓઝા, કોષાધ્યક્ષશ્રી ડી. વી. મેહતા, ટ્રસ્ટીઓ ડો. વિનોદભાઈ પંડ્યા, ડો. લલિતભાઈ ત્રિવેદી, વસંતભાઈ જસાણી, મહેન્દ્રસિંહ ગોહેલ, નીરજભાઈ પાઠક, નીતિનભાઈ મણીયાર, મિતેષભાઈ વ્યાસ, નારણભાઇ લાલકિયા, મયુરભાઈ શાહ, મનુભાઈ પટેલ  વિ.જહેમત ઉઠાવી રહ્યા છે.

આ અંગે વધુ માહિતી  માટે શ્રી પંકજભાઈ ચગ (૯૮૭૯૫ ૭૦૮૭૮), શ્રીમતી ધૃતિબેન ધડૂકનો (હોસ્પિટલ પર) અથવા તો હોસ્પિટલના લેન્ડ લાઈન નંબર ૦૨૮૧-૨૨૩૧૨૧૫ / ૦૨૮૧- ૨૨૨૩૨૪૯ ઉપર સંપર્ક કરવા હોસ્પિટલ તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.

(4:23 pm IST)