Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

પારેવડી ચોકના ખોડિયારપરામાં બહેન સાથે ઝઘડો થતાં ભાઇએ ફાંસો ખાધો

કોળી યુવાન હકુ રીબડીયા સારવાર હેઠળ

રાજકોટ તા.૧૩: કેસરી પુલ પાસે પારેવડી ચોક ખોડિયારપરા-૨માં રહેતાં હકુ નરસીભાઇ રીબડીયા (ઉ.૨૫) નામના કોળી યુવાને ગળાફાંસો ખાઇ લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને રવિભાઇએ બી-ડિવીઝનમાં જાણ કરી હતી. હકુ કારખાનામાં કામ કરે છે અને એક બહેનથી નાનો છે. બહેન સાથે ઝઘડો થતાં માઠુ લાગી જવાથી તેણે આ પગલુ ભર્યાનું પરિવારજનોએ કહ્યું હતું.

(4:22 pm IST)