Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

મારામારી-દારૂના કેસમાં સામેલ જંગલેશ્વરની ઝરીના હીંગોરાને પાસા તળે જેલમાં ધકેલાઇ

અમદાવાદ જેલહવાલેઃ ભકિતનગર પોલીસ-પીસીબીની દરખાસ્ત મંજુર

રાજકોટ તા. ૧૯: મારામારી અને દારૂના અનેક ગુનામાં સંડોવાયેલી જંગલેશ્વર રાધાકૃષ્ણનગર-૧૩ વેલનાથ ચોકમાં રહેતી ઝરીના અજીત હિંગોરા (ઉ.૪૦)ને પાસામાં ધકેલવાનો પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આદેશ કરતાં ડીસીપી રવિમોહન સૈની, એસીપી એચ.એલ. રાઠોડની રાહબરીમાં ભકિતનગર પીઆઇ વી. કે. ગઢવી, પીસીબી પીઆઇ એન. કે. જાડેજા, પીએસઆઇ પી. બી. જેબલીયા, હેડકોન્સ. નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયા, ભરતભાઇ મારકણા, કોન્સ. મેહુલભાઇ ડાંગર, પીસીબીના રાજુભાઇ દહેકવાડ, શૈલેષભાઇ રાવલ, અજયભાઇ શુકલા, ઇન્દ્રજીતસિંહ સિસોદીયા, રાહુલગીરી ગોસ્વામીએ વોરન્ટની બજવણી કરી અમદાવાદ જેલહવાલે કરવા તજવીજ કરી હતી.

(4:22 pm IST)