Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

તંત્રની સૂચના છતા શહેરની ૩ થી ૪ ખાનગી સ્કૂલો ચાલુ હોવાની કલેકટરને ફરીયાદ

કલેકટર ઉકળી ઉઠયા : DEOને તપાસ કરવાનો આદેશ : તાકિદે રીપોર્ટ આપો.

રાજકોટ,તા.૧૯ : સરકારી તંત્રની સૂચના હોવા છતા શહેરની ૩ થી ૪ ખાનગી સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ ચાલૂ હોવાની કલેકટર સમક્ષ  આજે ફરીયાદો આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. કલેકટર અને ડીડીઓ બંનેએ તાકિદે આવી સ્કૂલો અંગે તપાસ કરવા જીલ્લા શિક્ષણાધીકારીને આદેશ કર્યો હતો, અને સાંજ સુધીમાં રીપોર્ટ આપવા તાકિદ કરી હતી, એક ખાનગી કોલેજ પણ જે ગામ બહાર ચાલૂ છે તેની પણ કલેકટરને ફરિયાદ અપાઇ હતી, સાંજ સુધીમાં આવી સ્કૂલો સામે કડક પગલા લેવાઇ રહયા છે.

(4:21 pm IST)