-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
મવડીમાં આવેલ ખોડીયાર માધવ આશ્રમની જગ્યા નિયમીત કરવા માંગણીઃ કલેકટરને આવેદન
દક્ષિણ મામલતદારની નોટીસ દુઃખદ છેઃ મંદિરને પાડવાથી ભારે વિરોધ થશે
રાજકોટ, તા., ૧૯: મવડીમાં આવેલા ખોડીયાર માધવ આઝમના દેવેન્દ્ર પરમાર અને અન્ય સેંકડો લોકોએ કલેકટરને આવેદન પાઠવી.મવડીના સરકારી ખરાબાના સર્વે નં. ૧૯૪ પૈકીની જમીન ચો.મી. ૧રપ૦-૦૦ શૈક્ષણીક સામાજીક ઉત્થાન સાંસ્કૃતીક પ્રવૃતિઓ કરવાના હેતુ અંગે માંગણી કરી હતી.
આવેદનમાં જણાવેલ કે મામલતદાર (દક્ષિણ) તરફથી નોટીસ અંગે જણાવવાનું કે અમો માધવ આશ્રમ મવડી માટે સાર્વજનીક હેતુ માટે ૧રપ૦ ચો.મી. પડતર જમીનની માંગણી કરેલ છે અને તેની રજીસ્ટ્રરની પ્રોસેસ ફી ભરવાની સુચના પણ થઇ છે. પરંતુ આશ્રમની સંભાળ લેનાર શ્રી જીવરામ બાપુ ગુરૂશ્રી માધવદાસ ગુજરી ગયા છે. ઉપરાંત આપનો કોઇ પત્ર અમોને મળ્યો નથી. આ નોટીસના અનુસંધાને જણાવવાનું કે આ આશ્રમ ખાલી આશ્રમ નથી. અહી ધાર્મિક અને શિક્ષણનું પણ કામ થાય છે. વળી આ જગ્યા પાડવાથી અમારા સમાજની લાગણી દુભાશે કારણ કે હાલના આશ્રમમાં જુદા જુદા દેવ દેવીઓના મંદિરો છે. રામદેવપીરનું મોટુ મંદિર છે. ઉપરાંત આશ્રમના કામ કરતા આશ્રમવાસીઓની સંતોની જીવંત સમાધીઓ પણ છે. વળી બાજુમાં આવેલ છાત્રાલયના મકાનમાં બહાર ગામથી છાત્રો માટે રહેવાની સગવડ આપવામાં આવેલ છે. આમ સમાધીઓ હોવાથી જુદા જુદા દેવી-દેવોના મંદિરો સ્થાનો આવેલ છે. એટલે કે આ સ્થાનનું સાર્વજનીક અને આધ્યાત્મીક ક્ષેત્રે ઉપયોગ થાય છે. વળી કલેકટરશ્રી તરફથી પ્રોસેસ ફી ભરવાની સુચના પણ થઇ છે. પરંતુ મુખ્ય સેવકનું અવસાન થતા તેની વરશીમાં સમય નિકળ્યો છે.
આ આશ્રમ મુંબઇ પબ્લીક ટ્રસ્ટ એકટ હેઠળ નોંધાયેલ ટ્રસ્ટ નં. એ-રપ૬૬, રાજકોટ તા.ર૮-૪-૯૩ થી નોંધાયેલ છે. આ ટ્રસ્ટ માટેની જમીન અને તેની પ્રગતી માટે અમો કાર્યવાહી કરીએ છીએ. અમારી કોઇ સંયુકત માલીકીની મિલ્કત નથી.
આ આશ્રમ કોઇ અંગત માલીકીનું નથી. રાજકોટ શહેરના ર લાખ અનુ.જાતી તેમજ જિલ્લાના ૬૦ હજાર લોકોનું આસ્થાનું સ્થાનનું કેન્દ્ર છે અને આવી રીતે મંદિરને પાડવાથી ભારે દુઃખદ વિરોધ થશે. આથી આ આશ્રમની જગ્યા માટેની જમીન સર્વે નં. ૧૯૪ વાળી જમીન નિયમીત થાય. અનુ. જાતીના વિકાસ માટે ખુબ જરૂરી છે. આથી મામલતદારશ્રી (દક્ષિણ)નું પગલું દુઃખદ છે જે ન્યાયના હિતમાં રદ થવા અરજ છે.