Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

વોર્ડ નં. ૭-૧૪માં મીટરવાળા નળ કનેકશન આપવાનું શરૃઃ પાણી વેરા પહોંચ તૈયાર રાખજો

ડી.આઇ. પાઇપ લાઇનમાં નવા નળ કનેકશન અપાશે : રસ્તા રીપેરીંગ બાદ નળ કનેકશન નહીં આપવામાં આવે

રાજકોટ, તા. ૧૯ : આગામી બે-ચાર વર્ષ બાદ ર૪ કલાક પાણી માટે મીટર વાળા નળ કનેકશન આપવા વોર્ડ નં. ૭ અને ૧૪માં ડી.આઇ. પાઇપ લાઇન નંખાઇ છે. જેમાં હવે નળ કનેકશન આપવાનું શરૂ થયું છે ત્યારે દરેક મકાન માલીકોએ તેઓની પાણી વેરો ભર્યાની પહોંચ રજૂ કરવા તંત્રએ અપીલ કરી છે.

આ અંગે સત્તાવાર યાદીમાં જણાવાયું છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ ના વોર્ડ નં. ૭ અને ૧૪ માં પાણીની નવી ડી. આઇ. પાઇપ લાઇન નાખવાનું કામ ચાલુ છે. આ કામ દરમિયાન પાઇપ લાઇન નખાયેલા વિસ્તારમાં રહેતા આસામીઓને નવા નળ કનેકશન આપવાનું કામ હાલ ઝડપથી ચાલુ કરેલ છે. જેથી લાઇનના ખોદાણનું ડામર રસ્તા કામ વહેલા તકે થઇ શકે. નળ કનેકશન આપવા માટે આસામીઓના હયાત નળ કનેકશનની પહોંચ મેળવવા રાજકોટ મહાનગરપાલિકાનાં પ્રતિનિધી આપના રહેઠાણો રૂબરૂ આવશે.

જેમાં વોર્ડ નં. ૧૪ નાં વિસ્તારો ગુંદાવાડી, કોઠારીયા કોલોની, ગોવિંદપરા, લક્ષ્મીવાડી, કેવડાવાડી, જયરાજ પ્લોટ, સોરઠીયાવાડી, સોરઠીયા પ્લોટ, કુંભારવાડા, હાથીખાના, ઘાંચીવાડ, નવયુગપરા, બાપુનગર સ્લમ કવાર્ટર, બાપુનગર ઇન્ડસ્ટ્રીયલ, પુજારા પ્લોટ અને વોર્ડ નં. ૭, ના વિસ્તારો પ્રહલાદ પ્લોટ, રામનાથપરા, કરણપરા, કોટક શેરી, ભુપેન્દ્ર રોડ, કેનાલ રોડ, પેલેસ રોડ, જેવા વિસ્તારોમાં ડી. આઇ. લાઇનો નાખવામાં આવેલ છે. જેમાં નળ કનેકશન ફેરવવાના થાય છે. આ કામ ઝડપથી થાય તે હેતુસર દરેક નળ ધારકોને નમ્ર નિવેદન છે કે તેઓ તેમની નળ વેરાની પહોંચ હાથ વગી રાખવી અને આવેલ રાજકોટ મહાનગરપાલિકાનાં પ્રતિનિધીને સહકાર આપવા વિનંતી અન્યથા રસ્તા રીપેરીંગની કામગીરી બાદ નળ કનેકશન આપવામાં આવશે નહી અને નવી લાઇનો ચાલુ થતા જુની લાઇનો આપો આપ બંધ થશે જેની ઉકત વિસ્તારનાં નાગરીકોને સુચિત કરવામાં આવે છે.

(4:18 pm IST)