Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

રાજકોટમાં કોરોના પોઝીટીવ જંગલેશ્વરમાં એક સાથે ૪૦ આરોગ્ય ટીમો ઉતારાઇ રહી છેઃ ઘરે ઘરે તાવ-શરદી- ઉધરસનું ચેકીંગ થશેઃ

લગભગ ૨૦૦ આરોગ્ય સ્ટાફ સાધનો સાથે સજજ રખાયો ?

જંગલેશ્વરમાં ઘરે ઘરે આરોગ્ય ચેકીંગ ટુકડીઓએ કામ હાથ ધર્યું છે. લગભગ ૩૭ થી ૪૦ ટૂકડીઓ કામે લાગી છે. શંકાસ્પદ કોરોના વાયરસના કેસના પગલે કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર વિજળીક ઝડપે કામે લાગ્યુ છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટઃ અત્યંત આધારભૂત વતૂળો કહે છે કે મકકાથી ઉમરાહ કરી ૧૦ દિ પૂર્વે ફરેલા જંગલેશ્વરના પાત્રીસેક વર્ષના યુવાનને કોરોના પોઝીટીવ આવ્યાનું લગભગ નિશ્ચિત મનાય છે, પરંતુ તેના બ્લડ સેમ્પલને પૂણે ફરી ટેસ્ટીંગ માટે મોકલાયું છે જેનો રીપોર્ટ સાંજે આવશે. ત્યારે કલેકટર શ્રી, કમીશ્નરશ્રી, ડીડીઓ સહિતના અધિકારીઓની બેઠક મળી ગયા બાદ જંગલેશ્વરમાં ઘરે- ઘરે તાવ-શરદી-ઉધરસના છેલ્લા ૧૦-૧૨ દિવસમાં કેસો અંગે તપાસ કરવા ૨૦૦થી વધુ આરોગ્ય કર્મચારી-ડોકટરો સાથેની ટીમો સજજ રખાયાનું અને સાંજ સુધીમાં એકસાથે સમગ્ર જંગલેશ્વરમાં તપાસ કાર્યવાહી શરૂ થશે તેમ જાણવા મળે છે. સમગ્ર રાજકોટમાં ચર્ચાય રહયું છે કે આ યુવાનનો રીપોર્ટ પ્રાથમીક શંકાસ્પદ-પોઝીટીવ આવ્યો છે. તેની સાથે ૧૬ થી ૧૭ વ્યકિત મકકા વિ. સ્થળે ગયેલ. તેમાંથી એક બાળકીના પરિવારની મહિલાને રાત આખી ઉલ્ટીઓ બંધ નહિ થયાની પણ ચર્ચા છે. તમામને પથિક આશ્રમમાં કોરન્ટાઇન કરવામાં આવ્યા છે. પૂણેથી લેબના રીપોર્ટની રાહ જોવાઇ રહી છે.

(4:37 pm IST)