-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
શ્યામનગરમાં વિનોદભાઇ વાઘેલાના પિતાની સેવા કરતા કમલેશ અને ધવલ રોકડ-બાઇક લઇ છનન..
ગાંધીગ્રામ પોલીસે બે શખ્સોને સર્કલમાં લઇ પુછપરછ આદરી
રાજકોટ,તા.૧૯: શહેરનાં ગાંધીગ્રામમાં શ્યામ નગર મેઇન રોડ પર રહેતા વાલ્મીકી વૃધ્ધની સેવા માટે નોકરીએ રાખેલા બે શખ્સો રોકડ અને બાઇક ચોરી જતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ શહેરના ગાંધીગ્રામના શ્યામનગર મેઇન રોડ પર રહેતા અને આકાશવાણી રેડીયો સ્ટેશનમાં સફાઇ કામદારમાં નોકરી કરતા વિનોદભાઇ મેરામભાઇ વાઘેલા (ઉવ.૫૨)એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં ગોકુલધામ આર.એમ.સી કવાર્ટરનં. ૧૨ બ્લોક નં. ૨૯ના કમલેશ ગોરધનભાઇ ટાંક અને મનહરપુર -૧ ઇરોના ભઠ્ઠાની સામે રહેતા ધવલ કેશુભાળ ધોકીયાના નામ આપ્યા છે. વિનોદભાઇ વાઘેલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે નોકરી પરથી ઘરે આવ્યા ત્યારે પિતા મેરામભાઇએ કહેલ કે, 'મારૂ પાકીટ મળતુ નથી અને પ્લેઝર મોટર સાયકલની ચાવી પણ મળતી નથી'તેમ કહેતા પોતાને થયું કે કયાંક મુકાઇ ગયું હશે. બાદ પોતે નોકરીએ જતા રહ્યા હતા. અને રાત્રે પરત આવ્યા ત્યારે પિતાજીને પુછતા તેણે પાકીટ અને બાઇકની ચાવી મળી ન હોવાનું જણાવ્યું હતું પોતે તેના પિતાને 'આપણા ઘરે તમારી સેવા માટે નોકરીએ રાખેલ કમલેશ અને ધવલને પુછી જોયું.' તેણે તમને આપી નથી. તેમ જણાવતા પિતા મેરામભાઇએ કહ્યું હતું કે, પોતે બપોરે જમીને સુઇ ગયો હતો. ત્યારે સુધી બંને મારા રૂમમાં જ હતા. હું ઉઠ્યો ત્યારે તે બંને ઘરે ન હતા. ત્યાર પછી બંને પરત આવ્યા નથી તેમ કહેતા પોતે તાકીદે ઘરમા તપાસ કરતા પાકીટ અને પ્લેઝર મોટર સાયકલ ગાયબ હતું. બાદ પોતે પરિવારના સભ્યોને પુછતા બંને બાપુજીનું મોટર સાયકલ લઇને નિકળી ગયા છે તેમ જણાવ્યું હતું. બાદ પોતે બંનેને ફોન કરતા બંને ના મોબાઇલ બંધ આવતા હતા. બાદ તપાસ કરતા રૂ.૩ હજાર ભરેલું પાકીટ એટીએમ કાર્ડ તથા બાઇક મળી રૂ.૧૩૦૦૦ની માલમતા ચોરી ગયાની ખબર પડી હતી. બાદ ગત ફેબ્રુઆરીમાં પિતાજીનું અવસાન થતા પોતે પોલીસ ફરિયાદ કરી ન હતી. બાદ ગઇ કાલે પોતે ગાંધીગ્રામ પોલીસ મથકમાં કમલેશ અનેધવલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને શખ્સોને સંકજામાં લઇ પીએસઆઇ એમ.બી.જેબલીયાએ તપાસ હાથ ધરી છે.