Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

ભાજપ શાસિત ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો નવો અધ્યાય શરૂ : મદલાણી

રાજકોટ તા. ૧૯ : ગુજરાત સરકારે ખેડુતોની આવકમાં વધારો કરવા અને સાતત્યપૂર્ણ વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. ખેડુતો આજની ખર્ચાળ ખેતીના બદલે પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજય સરકારે સઘન પ્રયાસો હાથ ધર્યા હોવાનું રાજકોટ જિલ્લા ભાજપ ઉદ્યોગ સેલના કન્વીનર દિપક મદલાણીએ જણાવ્યુ છે.

આ વખતનું બજેટ પણ કૃષિલક્ષી રહ્યુ છે. ગુજરાત રાજય હવે પ્રાકૃતિક ખેતીનું મોડેલ સ્ટેટ બનવા તરફ આગળ વધી રહ્યુ છે. છેલ્લા બે દાયકાથી ગુજરાત કૃષિ સહિત વિવિધ ક્ષેત્રોમાં સમગ્ર દેશનું રોલ મોડલ બન્યુ છે. ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે નવો જ અધ્યાય શરૂ થઇ રહ્યો છે. રસાયણો વિના કૃષિ થાય નહીં એવા ભ્રમમાંથી કિસાનો હવે બહાર આવી રહ્યાનો સંતોષ અંતમાં દિપક મદલાણીએ વ્યકત કર્યો છે.

(4:08 pm IST)