-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
વાલ્કેશ્વરના હિરેનભાઇ ધરજીયાનો બીમારી થી કંટાળી ઝેરી દવા પી આપઘાત
ત્રણ બહેનોના એકના એક ભાઇના મૃત્યુથી પરિવારમાં આક્રંદ
રાજકોટ,તા.૧૯ : શહેરના વાલ્કેશ્વર રોડ પર રહેતા યુવાને બીમારી થી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.
મળતી વિગત મુજબ વાલ્કેશ્વર રોડ પર રહેતા હિરેનભાઇ જેન્તીભાઇ ધરજીયા (ઉ.વ.૪૦) એ ગઇકાલે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપ્જયું હતું. મૃતક હિરેનભાઇ અપરણીત હતા તે રીક્ષા ચલાવતા હતા તેને ગંભીર પ્રકારની બીમારી હોઇ, તેનાથી કંટાળી તેણે આ પગલુ ભર્યુ હોવાનું ખુલ્યુ છે. આ બનાવ અંગે ભકિતનગર પોલીસ મથકના પીએસઆઇ એવી. પીપરોતર તથા રાઇર વિજયગીરીએ તપાસ હાથધરી હતી. ત્રણ બેહનોના એકના એક ભાઇના મૃત્યુથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
બેભાન હાલતમાં દિલીપભાઇનું મોત
કુબલીયાપરા શેરીનં. ૫માં રહેતા દિલીપભાઇ વાલાભાઇ વાણકીયા (ઉ.વ.૩૯) ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે થોરાળા મથકના હેડકોન્સ એમ.પી ચરમટા એ કાર્યવાહી કરી હતી.
ભકિતનગર સર્કલ પાસે વૃધ્ધાનું મોત
ભકિતનગર સર્કલ પાસે જાગૃતિ મેડીકલ સામે એક ૬૦ વર્ષના અજાણ્યા વૃધ્ધા બેભાન હાલતમાં પડ્યા હોવાની કોઇએ જાણ કરતા ૧૦૮ ના ઇએમટી મયુરભાઇ ચૌહાણ અને પાઇલોટ અશ્વીનભાઇએ સ્થળ પર પહોંચી તપાસ કરતા વૃધ્ધનું મૃત્યુ નિપજ્યુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી જાણ થતા ભકિતનગર પોલીસ મથકના એઅસઆઇ સુભાષભાઇ ડાંગરે તપાસ દરમ્યાન તેના ભાઇનો સંપર્ક કરતા તેના ભાઇએ પોતાના ભાઇ જેસીંગભાઇ મનજીભાઇ મકવાણા (ઉ.વ.૬૦) હોવાનું જણાવ્યુ હતું. તે ઘણા સમયથી આ વિસ્તારમાં રખડતુ ભટકતુ જીવન ગાળતા હોવાનું જણાવ્યુંહતું.