-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા.૨૦ થી ૨૭ માર્ચ સુધીની આગાહી
શુક્ર - શનિ ગરમીમાં આંશિક રાહત, બાદ ફરી ક્રમશઃ વધશે : બુધથી શુક્ર એકાદ દિવસ માવઠાની શકયતા
શુક્રથી સોમ પવનની ઝડપ વધુ રહેશે : શુક્રથી રવિ સવારે ભેજ પણ વધશે : ૨૨મીથી ફરી તાપમાન ઉંચકાશે, ૩૭ થી ૩૯ની રેન્જમાં પહોંચી જશે : તા.૨૫ થી ૨૭ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર : કાલથી આંશિક વાદળો છવાશે : હાલમાં ન્યુનતમ નોર્મલ તાપમાન ૨૦ થી ૨૧ ડિગ્રી અને દિવસનું નોર્મલ તાપમાન ૩૬ થી ૩૭ ડિગ્રી ગણાય

રાજકોટ, તા. ૧૯ : હાલમાં ગરમીનુ પ્રમાણ વધુ જોવા મળી રહ્યુ છે ત્યારે આવતીકાલે અને શનિવારે ગરમીમાંથી આંશિક રાહત મળશે. ત્યારબાદ ફરીથી ક્રમશઃ ગરમીમાં વધારો જોવા મળશે. ખાસ કરીને ૨૩મીએ દિવસનું તાપમાન ૩૯ ડિગ્રીએ પહોંચી જશે. શુક્રથી રવિ સવારે ભેજનું પ્રમાણ પણ વધશે. આવતીકાલથી સોમવાર સુધી પવનની ગતિ પણ વધુ જોવા મળશે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી આગામી બુધવારથી શુક્રવાર દરમિયાન એકાદ દિવસ સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં માવઠાની શકયતા હોવાનું વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ હતું.
તેઓએ જણાવેલ કે ગત આગાહી મુજબ ગરમીનો પારો ૩૮ ડિગ્રીને પણ વટાવી જશે. તે મુજબ ગરમ સેન્ટરોમાં ગરમીનો પારો ૩૮ ડિગ્રીને પણ વટાવી ગયો હતો. ગઈકાલે અમરેલી ૩૮.૮, રાજકોટ ૩૮.૭, સુરેન્દ્રનગર ૩૮.૩, ભુજ ૩૮.૨ તેમજ વડોદરા, કંડલા, કેશોદ, ડીસા અને ગાંધીનગર આમ ૫ સેન્ટરોમાં મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી નોંધાયેલ. હાલમાં નોર્મલ મહત્તમ તાપમાન ૩૬ થી ૩૭ ડિગ્રી અને ન્યુનતમ નોર્મલ તાપમાન ૨૦ થી ૨૧ ડિગ્રી ગણાય. આજે સવારે પણ ન્યુનતમ તાપમાનમાં વધારો જોવા મળેલ.
વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે ૨૦ થી ૨૭ માર્ચ સુધીની આગાહી કરતાં જણાવે છે કે તા.૨૦ થી ૨૩ દરમિયાન મુખ્યત્વે પવન પશ્ચિમ દિશામાંથી ફૂંકાશે અને પવનની ઝડપ ૧૫ થી ૨૫ કિલોમીટરની રહેશે. ત્યારબાદ તા.૨૪ થી ૨૭ દરમિયાન ઉત્તર પશ્ચિમ, ઉત્તર ઉત્તર પૂર્વના પવનો ફૂંકાશે. જો કે પવનની ગતિમાં આંશિક ઘટાડો જોવા મળશે. તા.૨૦ થી ૨૩ દરમિયાન છૂટાછવાયા સ્થળોએ વાદળો જોવા મળશે. તા.૨૪ થી ૨૭ સુધી ઉપલા લેવલે, મધ્યમ લેવલે અને કયારેક કયારેક નીચલા લેવલે પણ વાદળોનું પ્રમાણ જોવા મળશે. તા.૨૦ થી ૨૨ સવારે ભેજનું પ્રમાણ પણ રહેશે.
તા.૨૪ થી ૨૬ દરમિયાન એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યુ છે. હાલમાં પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છવાયેલ છે. જો કે તે ઉત્તર ભારતને અસરકર્તા છે. તા.૨૪ થી ૨૬ માર્ચનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનને અસરકર્તા છે.
ગરમી અંગે અશોકભાઈ જણાવે છે કે તા.૨૦-૨૧ના મહત્તમ તાપમાનમાં આંશિક રાહત જોવા મળશે. તા.૨૨ થી ફરી ગરમીમાં ક્રમશઃ વધારો જોવા મળશે. દિવસનું તાપમાન નોર્મલથી ઉંચુ એટલે કે ૩૭ થી ૩૯ ડિગ્રીની રેન્જમાં આવી જશે. ખાસ કરીને ૨૩મીએ ગરમીનો પારો ૩૯ ડિગ્રીએ પહોંચી જશે. આગાહીના દિવસો દરમિયાન સવારના ન્યુનતમ તાપમાન પણ ઉંચુ જોવા મળશે.
તા. ૨૪ થી ૨૬ દરમિયાન જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવનાર છે તે ગુજરાતને આજુબાજુના રાજયોને અસરકર્તા હોય સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતમાં પણ તા.૨૫ થી ૨૭ દરમિયાન એક દિવસ માવઠાની સંભાવના રહેલી હોવાનું તેઓએ અંતમાં જણાવ્યુ હતું.