-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
૫૦૦ રૂપરડીની ઉઘરાણી કરતાં જયદિપસિંહ અને બે મિત્રો પર મિત્ર ભગી આહિરનો ટોળકી રચી હુમલો
યુનિવર્સિટી રોડ પર એફએસએલ કચેરી પાસે વાત કરવા બોલાવ્યા બાદ ૭ શખ્સો ધોકા-પાઇપ-છરીથી તૂટી પડ્યા : મુંજકા હોસ્ટેલમાં રહેતાં મુળ બંગાવડીના જયદિપસિંહ જાડેજા તથા બે મિત્રો લક્કીરાજસિંહ ઝાલા અને હાર્દિકસિંહ સરવૈયાને ઇજા
રાજકોટ તા. ૧૯: મુંજકા હોસ્ટેલમાં રહેતાં અને ટેકસી ડ્રાઇવીંગ કરતાં મુળ બંગાવડીના દરબાર યુવાને અગાઉ મિત્ર આહિર શખ્સને ઉછીના આપેલા ૧૦,૫૦૦માંથી તેણે ૫૦૦ ચુકવ્યા ન હોઇ તે બાબતે ફોન કર્યો હોઇ
યુનિવર્સિટી પોલીસને બનાવની જાણ થતાં આ અંગે મુળ ટંકારાના બંગાવડીના અને હાલ મુંજકા ચામુંડા હોસ્ટેલમાં રહેતાં અને ટેકસી ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં જયદિપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૨૩)ની ફરિયાદ પરથી ભગી આહિર, ધર્મેશ, પિયુષ, જય તથા ત્રણ અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે.
જયદિપસિંહના કહેવા મુજબ હું અવાર-નવાર યુનિવર્સિટી રોડ પર એફએસએલ કચેરી સામે આવેલી મહાદેવ હોટેલ ખાતે અવાર-નવાર ચા પાણી નાસ્તા માટે જાઉ છું. અહિ મારે ભગી આહિર સાથે મુલાકાત થઇ હતી અને એ કારણે અમે એક બીજાના મિત્રો બની ગયા હતા. મિત્રતાના દાવે મેં ભગી આહિર ઉર્ફ બગાને બે મહિના પહેલા રૂ. ૧૦,૫૦૦ હાથ ઉછીના આપ્યા હતાં. જેમાંથી તેણે મને પાંચ દિવસ પછી ૧૦ હજાર આપી દીધા હતાં. રૂ. ૫૦૦ બાકી હતાં.
પરમ દિવસે ૧૭મીએ બપોરે એકાદ વાગ્યે મેં ભગી આહિરને તેના ફોન પર ફોન કરતાં તેણે પછી ફોન કરીશ તેમ કહ્યું હતું. ત્યારબાદ રાત્રીના બે વાગ્યે મારા ફઇબાને કચ્છ મુકવા જતો હતો ત્યારે ભગીનો ફોન આવ્યો હતો. મેં ફોન સ્પીકર મોડમાં કર્યો હતો અને સીધો જ ગાળો બોલવા માંડ્યો હતો. મેં તેને કહેલ કે મારા ફઇબા ભેગા છે, તું ગાળો શું કામ બોલે છે? તેમ કહી ફોન કટ કરી નાંખ્યો હતો. ત્યારબાદ ગત રાતે નવેક વાગ્યે ભગીએ મને ફોન કરી કયાં છો? તેમ પુછતાં મેં તેને હું વિમલનગર પાસે બેઠો હોવાનું કહેતાં તેણે મને યુનિવર્સિટી રોડ જોગમાયા હોટેલ પાસે આવી જવા કહ્યું હતું.
આથી હું ત્યાં ગયો હતો. ત્યારે ભગી સાથે બીજો અજાણ્યો શખ્સ પણ ઉભો હતો. ભગીએ મને 'તે મને ગઇકાલે શું કામ ફોન કર્યો હતો?' તેમ કહી ગાળાગાળી કરી હતી. સાથેના શખ્સે જવા દે, આપણે જમી આવીએ તેમ કહેતાં બંને જતાં રહ્યા હતાં. ત્યારબાદ હું મારા મિત્રો હાર્દિકસિંહ રાજેન્દ્રસિંહ સરવૈયા (ઉ.૨૩-રહે. હાઉસીંગ બોર્ડ કવાર્ટર પુષ્કરધામ મેઇન રોડ) તથા લક્કીરાજસિંહ અશોકસિંહ ઝાલા (ઉ.૨૩-રહે. ભારતનગર, મવડી) ફાકી ખાવા આવ્યા હોઇ તેની સાથે ઉભો હતો. ત્યાં ભગી અને તેનો મિત્ર ધર્મેશ, પિયુષ, જય તથા બીજા ત્રણ શખ્સો આવ્યા હતાં. ભગીના હાથમાં લોખંડનો પાઇપ હતો. તેણે મને શું છે તારે? તેમ કહી ઝઘડો કરી ગાળો ભાંડી હતી.
હું કંઇ બોલુ એ પહેલા તેણે પાઇપથી હુમલો કરી મને માર માર્યો હતો. મારા મિત્રો હાર્દિકસિંહ અને લક્કીરાજસિંહ બચાવવા આવતાં તેને પણ માર મારવામાં આવ્યો હતો. ભગી સાથેના બીજા હુમલાખોરો પાસે છરી-પાઇપ-ધોકા હતાં. આ બધાએ અમારા પર હુમલો કરતાં દેકારો મચી જતાં લોકો ભેગા થઇ જતાં હુમલાખોરો ભાગી ગયા હતાં. અમને ત્રણેય મિત્રોને ઇજા થતાં બીજા મિત્ર ધર્મરાજસિંહ ઝાલાને બોલાવતાં તેઓએ અમને શાંતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ખસેડયા હતાં.
એએસઆઇ ડી. વી. બાલાસરાએ ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.