-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
હાશ... એરપોર્ટ રોડ ફાટક પહોળુ કરવાનુ કામ ટૂંક સમયમાં
કોર્પોરેશન દ્વારા રેલ્વેને રૂ.૪૫.૧૫ લાખનો ખર્ચ આપવા, વોર્ડ નં.૪ની ટી.પી સ્કીમનાં રસ્તાઓ ડામર-પેવરથી મઢવા તથા ફાયર બ્રિગેડનાં હંગામી કર્મચારીઓની મુદ્દત : વધારવા તેમજ નવા ભેળવાયેલ વિસ્તારનાં વિકાસ કામો માટે ૧૯.૮૩ કરોડ સરકાર પાસે માંગવા સહિતની ૪૧ દરખાસ્ત અંગે કાલે સ્ટેન્ડિંગ કમિટિમાં લેવાશે નિર્ણય

રાજકોટ, તા., ૧૮: મ્યુ. કોર્પોરેશન દ્વારા એરપોર્ટ ફાટક ઉપર ટ્રાફીકનું ભારણ ઘટાડવા આ ફાટકને રેલ્વે મારફત પહોળું કરાવવા નિર્ણય લેવાયો છે આ માટે રેલ્વેને રૂ. ૪પ.૧પ લાખનો ખર્ચ રેલ્વેને આપવા આવતીકાલે મળનાર સ્ટેન્ડીંગ કમીટીમાં નિર્ણય લેવાનાર છે.
આ અંગે મ્યુ. કમિશ્નરને કરેલી દરખાસ્તમાં જણાવાયું છે કે રાજકોટ શહેરમાં હાલના આમ્રપાલી રેલ્વે લેવલ ક્રોસીંગ નં.૬ પર રેલ્વે અન્ડરબ્રીજ બનાવવાની કામગીરી પ્રગતી હેઠળ હોય રૈયા રોડની મહદ અંશે વાહન વ્યવહારની અવર જવર એરપોર્ટ રોડ પરથી થાય છે. જેના કારણે એરપોર્ટ રોડ પર આવેલ રેલ્વે લેવલ ક્રોસીંગ નં. ૪ સાંકળો હોય વાહન વ્યવહારની સમસ્યા ઉભી થયેલ છે. જેના નિરાકરણ માટે લેવલ ક્રોસીંગ નં. ૪ પહોળો કરવાની જરૂરીયાત બની ગયેલ છે. હાલમાં એરપોર્ટ લેવલ ક્રોસીંગ પર ફાટકની પહોળાઇ ૯.૪પ મી.ની છે જે ટ્રાફીક સમસ્યાનાં નિરાકરણ માટે ૧પ.૦૦ મી. કરવાની થાય છે.
જે અન્વયે રેલ્વે વિભાગને આ કામ કરવા માટે અત્રેથી સહમતી પાઠવવામાં આવેલ તેમજ આ કામ માટે જરૂરી અંદાજપત્રક રજુ કરવા જણાવવામાં આવેલ હતું. રેલ્વે વિભાગનાં પત્ર મુજબ ઉકત રેલ્વે લેવલ ક્રોસીંગને પહોળો કરવા માટે રૂ. ૪પ,૧પ, ૧૬૧ નું અંદાજીત ખર્ચ થનાર છે. આ કામ જાહેર જનતાને હિતમાં ધ્યાને લેતા ખુબ જ અગત્યનું હોય, અત્રેથી રૂ. ૪પ,૧પ,૧૬૧ રેલ્વે વિભાગને ડીપોઝીટ રકમ તરીકે ભરપાઇ કરવાના થાય છે.
ઉપરોકત સમગ્ર વિગતે આ પ્રોજેકટ સત્વરે પુર્ણ કરવા માટે રૂ. ૪પ,૧પ,૧૬૧ રેલ્વે વિભાગને ડીપોઝીટ તરીકે આપવા માટેની જરૂરી અનુમતી અર્થેની દરખાસ્ત સ્થાયી સમીતીમાં રજુ કરી ઠરાવ કરવામાં આવશે.
શાળાનં ૧૬નું બિલ્ડીંગ ૩.૬૯ કરોડના ખર્ચે નવુ બનાવાશે
આ ઉપરાંત વોર્ડ નં. ૭માં આવેલ શિક્ષણ સમીતીની સંત તુલશીદાસ પ્રા. શાળાને ૧૬નું બિલ્ડીંગ જે રામનાથપરા મેઇન રોડ પર છે તેને પકડીને નવુ બનાવવાનો કોન્ટ્રાકટ ૪.૦૯ કરોડનાં એસ્ટીમેંટથી ૯.પ૪ ટકા ઓછા એટલે કે ૩.૬૯ કરોડના ખર્ચે સારંગ કન્સ્ટ્રકશનને આપવાની દરખાસ્ત છે.
નવા ભેળવાયેલ ગામોમાં વિકાસ માટે ૧૯.૮૩ કરોડ ખર્ચાશે
જયારે શહેરી વિકાસ સતામંડળ (રૂડા) તરફથી ઘંટેશ્વર મોટામવા તથા મુંજકા વિસ્તારમાં આંતરમાળખાકીય સુવિધા તથા શહેરી વિકાસ યોજનાના કામો અનુક્રમે ભુગર્ભ ગટર વ્યવસ્થા માટે રૂ. ૧૩.૯૪ કરોડ, રસ્તાના કામો માટે રૂ. પ.૮૯ કરોડ મળી કુલ રૂ. ૧૯.૮૩ કરોડ રાજકોટ શહેરી વિકાસ સતામંડળ (રૂડાન)ે ફાળવવા દરખાસ્ત કરેલ છે. રાજકોટ મહાનગર પાલીકા દ્વારા જનરલ બોડૃ ઠરાવ નં. ૪૪ મોટામવા, મુંજકા, ઘંટેશ્વર, માધાપર, (મનહરપુર-૧ ગામનો વિસ્તાર) કુલ મળીને ૪ ગામોને રાજકોટ મહાનગર પાલીકા વિસ્તારમાં સમાવેશ કરવા ઠરાવ થયેલ છે. જે ગામો રાજકોટ મહાનગર પાલીકામાં ભેળવવા સરકારરીમાં દરખાસ્ત પત્ર નં.રા.મ્યુ.કો. /ટી.પી./જા.નં. રર૦૪ તા.૧૯-૧ર-ર૦૧૯થી કરેલ છે. આમ ઉપરોકત ગામો ટુંક સમયમાં સરકારશ્રી તરફથી જાહેરનામા બહાર પડયેથી રાજકોટ મહાનગર પાલીકામાં ભળનાર હોય તમામ વિસ્તારમાં પાયાની સુવિધાના કામો સત્વરે હાથ ધરી શકાય તે હેતુસર રાજકોટ શહેરી વિકાસ સતામંડળની દરખાસ્ત મુજબ રૂ. ૧૯.૮૩ કરોડ આઉટગ્રોથ ડેવલપમેન્ટ તરીકે રાજકોટ મહાનગર પાલીકાને ફાળવવા રાજય સરકારશ્રીને દરખાસ્ત રજુ કરવાની થાય છે.ઉપરોકત વિગતોએ રાજકોટ શહેરી વિકાસ સતામંડળની મુળ અંદાજ સાથેની દરખાસ્ત આ સાથે બિડાણ સામેલ છે. જે મુજબની દરખાસ્ત આઉટગ્રોથ વિકાસ કામો માટે નાણાની ફાળવણી સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ફાળવવા ગુજરાત મ્યુનિસીપલ ફાઇનાન્સ બોર્ડને રજુ કરવા સદરહું દરખાસ્ત સ્થાયી સમીતી સમક્ષ રજુ કરાઇ છે.
આ ઉપરાંત આવતીકાલની સ્ટેન્ડીંગ કમીટીમાં ફાયર બ્રીગેડના હંગામી કર્મચારીઓની મુદત વધારવા, વોર્ડ નં. ૪ની ટી.પી. સ્કીમોનાં રસ્તાઓ ડામર-પેવરથી મઢવા વોર્ડ નં. ૬ માં ભુગર્ભ ગટર ફરીયાદ નિકાલનો ખાનગી કોન્ટ્રાકટ મંજુર કરવા વિવિધ વિસ્તારોમાં પેવી઼ગ બ્લોક, નાલા-પુલીયા સહીતના નાના-મોટા વિકાસ કામોની મળી કુલ ૪૧ દરખાસ્તો અંગે કાલની સ્ટેન્ડીંગ કમીટીમાં નિર્ણય લેવાશે.