Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

ઇન્ચાર્જે કહ્યું---કોઈપણ વિદ્યાર્થીઓને અન્યાય નહીં થાય

ક્યાં અને કેવી ભૂલથી રોડ ઉપર ઉત્તરવહીઓ આવી ? તે અંગે તપાસ શરૂ

રાજકોટઃ રાજકોટ જિલ્લાના વીરપુર પાસે SSC બોર્ડની લેવાયેલ પરીક્ષાની ઉત્તરવહીઓ રોડ ઉપરથી કચરામાં મળતા માધ્યમિક શિક્ષણ પરીક્ષા બોર્ડના અધિકારીઓ દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણકારી લઇને તપાસ શરૂ કરી છે. SSC પરીક્ષા બોર્ડના ઇન્ચાર્જ સચિવ બી.એસ ચૌધરી ગાંધીનગરથી વીરપુર સુધી દોડી આવ્યા હતા. તેમણે સમગ્ર ઘટનાની જાણકારી લીધી હતી આ પેપર ક્યાંના છે અને ક્યાં લઇ જવાઈ રહ્યા છે તેના અંગે સમગ્ર માહિતી લીધી હતી.

 સચિવ જણાવ્યાં મુજબ આ સમગ્ર ઉત્તરવહીઓ ગાંધીનગરના પાલા વિભાગમાંથી પાલો થઇ ને અલગ અલગ પરીક્ષા કેન્દ્રની ઉત્તરવહીઓ અલગ અલગ ઉત્તરવહી ચકાસણી કેન્દ્રમાં મોકલવા માં આવે છે. જેથી આ રોડ ઉપર કચરામાંથી મળેલ ઉત્તરવહીઓ ક્યાંની છે કેટલી છે તે અંગે કઈ પણ કહી શકાય નહિ. તેમના જણવ્યાં મુજબ આ ઉત્તરવહીના થેલાઓ ગાંધીનગરથી ખાનગી બસમાં વીરપુર, ઉપલેટા, કેશોદ સુધી મોકલવામાં આવેલા હતા અને કેશોદ સુધી આ ઉત્તરવહી ઓ પહોંચી ગઈ હતી. પરંતુ આ ક્યાં અને કેવી ભૂલથી રોડ ઉપર આવી ગઈ તે અંગે તેવો તપાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, જે પણ દોષીત હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. 

(12:59 am IST)