Gujarati News

Gujarati News

News of Saturday, 4th March 2023

તનાવ ભર્યા યુગમાં વરદાનરૂપ વિશ્વવ્‍યાપી ઓશો સક્રિય ધ્‍યાન

પ્રશ્‍નઃ- ધ્‍યાનમાં શરીર ખરેખર અદ્રશ્‍ય થઇ જાય છે અને જે વધે છે તે ખૂબજ વિશાળ, આજુ-બાજુથી દૂર લાગે છે. પરંતુ ધ્‍યાનની પછી બાકીના દિવસમાં શરીરનો બોધ શરૂ થઇ જાય છે. પાછું ક્ષુદ્ર શરીરનો અનુભવ થવા લાગે છે. તો શું આ બધી અહંકારની લીલા છે?

આ બાબતમાં ત્રણ વાતો ધ્‍યાનમાં લેવી જોઇએ એકતો ધ્‍યાનમાં જેવી ગહેરાઇ વધશે, શરીર અદ્રશ્‍ય થઇ જાશે અથવા કયારેક કયારેક ખૂબ જ વિશાળ થઇ જશે. અથવા કયારેક એવું પણ થઇ શકે કે ખૂબ જ નકામુ, ખૂબજ નાનું પણ થઇ જાશે, જેટલું છે તેનાથી પણ નાનું દેખાશે. શરીરની પ્રતીતિ મન ઉપર આધારિત છે. જો મન ખૂબજ ફેલાય જાય છે તો શરીર ફેલાયેલું દેખાવા લાગશે. મન જો ખૂબજ સંકોચાયેલું થઇ જાશે તો નાનુ દેખાવા લાગશે, શરીરની સીમા ખરેખર મનની સીમામાંથી દેખાય છે. આ અનુભવ સિધ્‍ધ છે અને અહંકારની લીલા નથી ધ્‍યાનનું પરિણામ છે.

પરંતુ ધ્‍યાન પછી સ્‍વાભાવિક છે કે શરીર જેટલું હતું તેટલું જ લાગવા માંડશે. એમાં કોઇ ચિંતા કરવાની વાત નથી. જે મિત્રોને એવું થઇ રહ્યું છે દિવસમાં જયારે પણ તેમને સમય મળે એક-બે ક્ષણનો પણ તો આંખ બંદ કરી લો અને ફરીથી શરીરને વિરાટ હોવાનો અનુભવ કરતા રહો. દિવસમાં બે-ચાર વાર અનુભવ કરો રાત્રે સુતા સમયે ફરીથી અનુભવ કરી લો. સવારે ઉઠતી વખતે ફરીથી બે ક્ષણ જેમને પણ આવો અનુભવ થઇ રહ્યો છે, તે આંખ બંદ કરશે કે ફરીથી અનુભવ કરી શકશે.

આનુ પરિણામ એ હશે કે ધીરે-ધીરે તમને ખબર પડશે કે શરીર મનનો જ ખેલ છે. તેમનું નાનું હોવું, મોટુ હોવુ, જુવાન હોવું, ઘરડું હોવું, જન્‍મવું, મરવુ, બધુ મનનો ખેલ છે. અને જ્‍યારે શરીર એટલા રૂપ તમારી સમક્ષ બદલી શકે, તો શરીરની સાથે જે તાદાત્‍મ્‍ય છે, આઇડેંટીટી છે, તે તૂટી જાશે. ત્‍યારે તમે તમને શરીર માની શકશો નહિં. જો શરીર એવી રીતે, સ્‍વપ્‍નની જેમ નાનુ અને મોટુ મટતુ અને બનતું જાય છે. તે શરીરની સાથે તમે પોતાને એક ન માની શકો. પરંતુ શરીરની જે ફિકસ્‍ડ રીત છે, શરીરનું જે નકકી રૂપ આપણે બનાવી રાખ્‍યું છે, તે ધીરે-ધીરે ડગમગી જાશે. અને તમારી ઉપરથી ફિકસેશન શરીર ફિકસેશન જે શરીરનું નક્કર રૂપ બેસી ગયું છે, તે પીગળીને પડી જાશે.અને ધીરે-ધીરે તમે તમને અશરીરી અનુભવ કરવા લાગશો. અશરીરી અનુભવ કરતા પહેલા શરીરના ઘણા જ રૂપોનો અનુભવ ખૂબજ ઉપયોગી છે.

અત્‍યારે તમે શરીરનાં એકજ રૂપને જાણો છો, જે તમારા ભૌતિક શરીરની રૂપરેખા છે તેનાથી તમે તમને એક કરી રાખ્‍યા છે. જો દિવસમાં તમને દશ-પાંચ વાર એવું થતું રહે કે શરીર નાનુ થઇ જાય છે.મોટુ થઇ જાય છે વિરાટ થઇ જાય છે, કયારેક નથી હોતું કયારેક ખોવાઇ જાય છ, તો તમે ધીરે-ધીરે શરીરની આ ધારા પરિવર્તિત ધારા, રૂપોની આ પરિવર્તનની વચ્‍ચે સાક્ષી પોતાની રીતે બની જાશો. ત્‍યારે તમે અનુભવ કરશો કે હું તે છું જે શરીરને નાનુ થવાને પણ જોઇ શકે છે, મોટુ થવાને પણ જોઇ શકે છે, ખોવાઇ જવાને પણ જોઇ શકે છે, બની જાવ ને પણ દેખે છે. હું શરીર નથી શરીરોનો દૃષ્‍ટા છું.

તો જેને પણ એવો અનુભવ થઇ રહ્યો છે, તે દિવસમાં બે-ચાર વખત તે અનુભવમાં ફરીથી ઉતરી જાવ. આ મનના ફેલાવાનો-સંકોચાવાનો ખેલ છે આ અહંકારની લીલા નથી. પરંતુ આ અહંકારની લીલા બની શકે છે. જો તમે એ વાતથી મોટા ગૌરવાન્‍વિત થઇ જાવો કે જો તો મોટી ઉપલબ્‍ધિ મેળવી લીધી કે મારૂ શરીર મોટુ થઇ જાય છે. એવો હું અનુભવ કરી લઉ છું અને મારૂ શરીર નાનુ થઇ જાય છે, એવો મે અનુભવ કરી લઉ છુ અથવા તમે એમા કોઇ રીતના અહંકારનો રસ લીધો કે મે કાંઇક મેળવી લીધુ જે બીજાને નહિ મળે, તો અહંકારની લીલા શરૂ થઇ જશે અને અહંકાર તમને ધ્‍યાનની પ્રાથમીક અનુભુતિઓથી પણ સુદૃઢ કરી શકે છે અને ખરેખર જયા અહંકાર શરૂ થયો ત્‍યાં ધ્‍યાન રોકાઇ જાય છે. એટલા માટે તેમને કોઇ વિશેષ વાત માનવીકે કોઇ ખૂબજ મોટી ઘટના ઘટી રહી છે. સમજવું કે ધ્‍યાનનું સાધારણ પરિણામ છે. એમાં કાંઇ ગૌરવાન્‍વિત થવાનું અથવા બીજાને પોતાનાથી ઉંચા માનવાનું અથવા જુદા માનવાનું કોઇ પણ કારણ નથી.

-ઓશો

ધ્‍યાનકે કમલ

સંકલન : સ્‍વામી સત્‍યપ્રકાશ-

૯૪૨૭૨-૫૪૨૭૬

આજના મનુષ્‍યના ચિતની અવસ્‍થા જોઇને ઓશે કહે છે. ‘‘મનુષ્‍ય વિક્ષિપ્‍ત છે, એવું નથી કે થોડાક લોકો વિક્ષિપ્‍ત છે, આખી  મનુષ્‍યતાજ વિક્ષિપ્‍ત છે દરેક મનુષ્‍યની વિક્ષિપ્‍તતા સામાન્‍ય સ્‍થિતિ થઇ ગઇ છે એવું કેમ?

આપણે બધાને દમિત' બનાવી દિધા છે બધાજ રીતની વાતોને અંદર ધકેલીને તે અંદર-અંદર ખુલી રહી છે . તે બધાને જે આપણા સમાજમાં ઉછરીને આગળ વધ્‍યા છે.'

તમે ક્રોધ, કામ, હિંસા, લોભ બધુજ ભેગુ કરી લીધું છે હવે તે ભેગુ કરેલું તમારી અંદર વિક્ષિપ્‍તા બની ગયું છે.

મિના મોટાભાગના મનૌચિકિત્‍સકોના મત અનુસાર આજનીવિક્ષિપ્‍ત મનુષ્‍યતા માટે, ચિંતાથી મુકત કરવા માટે ‘‘સક્રિય ધ્‍યાન'' ખરેખર ઉપાય સાબિત થઇ રહ્યું છે.

સક્રિય ધ્‍યાન અત્‍યારના મનુષ્‍ય માટે છે. કારણ કે તે વિક્ષિપ્‍ત છે. મુશ્‍કેલીમાં છે. બેચેન છે, ચિંતામાં છે.

 

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૫ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સંકલનઃ

સ્‍વામિ સત્‍યપ્રકાશ

૯૪ર૭ર પ૪ર૭૬

(12:07 pm IST)

Fatal error: Uncaught Error: Call to undefined method CI_Model::__destruct() in /home/archive/public_html/application/models/Other_section_model.php:14 Stack trace: #0 [internal function]: Other_section_model->__destruct() #1 {main} thrown in /home/archive/public_html/application/models/Other_section_model.php on line 14