Gujarati News

Gujarati News

News of Friday, 25th August 2023

ભોળાનાથ, સુખ, શાંતિ ઐશ્વર્યના ભંડાર

શ્રાવણ સત્‍સંગ

ૐ નમઃ શિવાય, એ ભોળાનાથ મહાદેવજીનો પરમ મંત્ર છે ૐ નમઃ શિવાય ૐ નમ. શિવાય, આ મંત્રનો જપ કરવાથી સદાશિવ મહાદેવજી પ્રસન્‍ન થાય છે. આશિષ આપે છે.

જે કલ્‍યાણ કરે છે, અને જેમનાંથી કલ્‍યાણ થાય છે તે ભોળાનાથ મહાદેવજી છે, ભોળાનાથ સુખ, શાંતિ અને ઐશ્વર્ય માંગલ્‍યના ભંડાર છે.

નૃત્‍ય કલા અને સંગીતના આચાર્ય નટરાજએ મહાદેવજીનું પ્રતિક મનાય છે.

સદાશિવ અંગે ભસ્‍મ લગાવે છે એનો અર્થ એ છે કે આ શરીર એક દિવસ ભસ્‍મ થવાનું છે. તો આ મોઘા દેહને શિવ તરફ પ્રયાણ કરીએ શિવરાત્રીએ ભોળનાથનો આ સંદેશ છે.

શંભુ શરણે પડી માગુ ઘડીએ ઘડી દયા કરી દર્શન શિવ આપો.

તમે ભકતોના દુઃખ હરનારા શુભ સૌનુંકરનારા, કષ્‍ટ મારા શંભુ કાપો  બીલીપત્રનો અનાસામે એ અભિષેક કરવાથી દેવાધિદેવ મહાદેવજીની કૃપાથી ભીલનું હૃદય ચિત્ત શુધ્‍ધ થયું અને તેનામા પવિત્રતા આવી આધ્‍યાત્‍મિક સત્‍યના આચરણ દ્વારા જીવનની શૂધ્‍ધ આધ્‍યત્‍મિક શકિતને ખીલવવા પુર્ણરૂપે જીવનની આધાત્‍મિક ક્રાંતિ દ્વારા માનવ પોતાનું પરિર્વતન કરી પુર્ણતા પ્રાપ્ત કરવા ધર્મનું આચરણ છે.

આવા સત્‍ય સ્‍વરૂપ નિયમ જીવન જે એકમાત્ર નિમય છે કે પરમાત્‍મા શિવજીને સમર્પિત થઇને જે કાંઇ કર્મ કરીએ તે અહંકારથી મુકત થઇને કરવા.

કર્મ અને કર્મફળ બંને દેવાધિદેવ મહાદેવજીને સમર્પિત કરવા એજ સત્‍ય આધારિત કર્મ અને ધર્મ છે.

માનવીને કર્મ કરવા માટે પરમાત્‍મા પાસે કશું માંગવાનું નથી પરમાત્‍માની ઇચ્‍છા કેમ સ્‍વીકારવી તેને આપણા જીવનમાં કેમ ઉતારવી, સરજતા સમતા સરળતામાંજ સ્‍થિર થવાનું છે.

આવી શુધ આત્‍મિક સત્‍ય સ્‍વરૂપ ભકિતમાંજ પરમકૃપાળુ પરમાત્‍માને જાણવાની ઉંડી અભિપ્‍સા રહે છે જે વ્‍યકિત સર્વ કામનાઓનો ત્‍યાગ કરી મળતા  ઇચ્‍છા આહંકાર રહીત થઇને રહે ને શાંતી પામે છે. મનની શાંતિ પ્રાપ્ત કરનારને ચિતા કે આદેશ કદી પીડા દેતા નથી.

(11:00 am IST)

Fatal error: Uncaught Error: Call to undefined method CI_Model::__destruct() in /home/archive/public_html/application/models/Other_section_model.php:14 Stack trace: #0 [internal function]: Other_section_model->__destruct() #1 {main} thrown in /home/archive/public_html/application/models/Other_section_model.php on line 14