Gujarati News

Gujarati News

News of Thursday, 7th April 2022

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - 281

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

શરીર

‘‘હમેશા તમારા શરીરને સાંભળો તે ધીમો અવાજ કરે છે, તે કયારેય બુમો પાડતુ નથી.''

ધીમો અવાજ કરીને શરીર તમને સુચના આપે છે જો તમે સચેત હશો તો સમજી શકસો અને શરીરની પોતાની એક પ્રજ્ઞા છે જે મન કરતા પણ ખૂબજ ગહન છે મન અપરીપકવ છે. શરીર મન વગર હજારો વર્ષોથી રહ્યું છે મન પાછળથી આવ્‍યું છે તે વધારે જાણતું નથી બધીજ મૂળભૂત વસ્‍તુઓ શરીરના જ નીયંત્રણમા છે ફકત નકામી વસ્‍તુઓ જ મનને આપવામાં આવી છે- તત્‍વજ્ઞાન વિશે વિચારવું, ભગવાન તર્ક અને રાજકારણ વિશે વિચારવું.

તેથી શરીરને સાંભળો અને તમારી જાતને બીજા કોઇ સાથે સરખાવો નહી તમારા જેવો વ્‍યકિત પહેલા કોઇ હતો નહી અને હવે પછી કોઇ થશે નહી. તમે અપૂર્વ છો-ભૂતકાળમાં - વર્તમાનમાં અને ભવિષ્‍યમાં તેથી બીજા સાથે તુલના ના કરો તમે બીજા જેવા ના બની શકો.

 

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૬ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

 

(12:07 pm IST)

Fatal error: Uncaught Error: Call to undefined method CI_Model::__destruct() in /home/archive/public_html/application/models/Other_section_model.php:14 Stack trace: #0 [internal function]: Other_section_model->__destruct() #1 {main} thrown in /home/archive/public_html/application/models/Other_section_model.php on line 14