Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

નોકરી અંગેના સમાચાર- ‘‘જોબ માર્કેટ'' અધ..ધ..ધ ભરતીઃ અરજી કરવા માંડો

* સ્‍ટાફ સિલેકશન દ્વારા તા. ૧૭-૯-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે સેન્‍ટ્રલ પોલીસ ફોર્સમાં કોન્‍સ્‍ટેબલ જનરલ ડયુટીની કુલ ૫૪,૯૫૩ (ચોપન હજાર નવસો ત્રેપન) જગ્‍યાઓ માટે ભરતી ચાલી રહી છે. ધોરણ ૧૦ પાસ તથા ૧૮ થી ૨૩ વર્ષના ઉમેદવારો અરજીપાત્ર છે. રીઝર્વ કેટેગરીના ઉમેદવારોને છુટછાટ મળવાપાત્ર છે. અરજી માટે www. ssconline.nic વેબસાઇટ જોવી.

* પヘમિ ગુજરાત વિજ કંપની લી. (PGVCL) દ્વારા તા. ૧૨-૯-૨૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે વિદ્યુત સહાયક (જુનિયર આસીસ્‍ટન્‍ટ) ની કુલ ૧૦૪ જગ્‍યાઓ માટે ભરતી ચાલી રહી છે. કોપણ શાખાના સ્‍નાતક તથા કોમ્‍પ્‍યુટરનું બેઝીક નોલેજ ધરાવનાર અને ૩૦ વર્ષ સુધીની ઉંમર ધરાવનાર ઉમેદવારો અરજીપાત્ર છે. રીઝર્વ કેટેગરીને છુટછાટ મળવાપાત્ર છે. ઓનલાઇન અરજી માટે www. pgvcl.com વેબસાઇટ જોઇ શકાય છે.

* ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા તા. ૧૨-૯-૨૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે સ્‍નાતક થયેલા ઉમેદવારો માટે ૨૭૫ જગ્‍યાઓ માટે ભરતી ચાલી રહી છે. વયમર્યાદા ૩૫ વર્ષ છે. ઓનલાઇન અરજી કરવા માટે  www.ojas.gujarat.gov.in  વેબસાઇટ જોઇ શકાય છે.

* ઇન્‍ડો-તિબેટ બોર્ડર પોલીસ દ્વારા તા. ૧૧-૯-૨૦૧૮ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે બી.ઇ. સિવિલ એન્‍જીનીયર્સની ૧૦ જગ્‍યાઓ માટે ભરતી ચાલી રહી છે. અરજી માટે www.recruitment.itbpolice.nic.in વેબસાઇટ પર જવું.

સાઉથ ઇસ્‍ટ સેન્‍ટ્રલ રેલ્‍વે દ્વારા તા. ૧૫-૯-૨૦૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે ૩૦૩ એપ્રેન્‍ટીસની ભરતી ચાલી રહી છે. લાયકાત ધોરણ ૧૦ પાસ ઉપરાંત ITI તથા વય મર્યાદા ૧૫ થી ૨૪ વર્ષ છે. અરજી માટે www. serc.indianrailways.gov.in વેબસાઇટ જોઇ શકાય છે.

 * કેન્‍દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા તા. ૧૩-૯-૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે કુલ ૮૩૩૯ (આઠ હજાર ત્રણસો ઓગણચાલીસ) જગ્‍યાઓ માટે ભરતી ચાલી રહી છે. અરજી કરવા માટેની લઘુતમ લાયકાત ધોરણ ૧૨ પાસ છે. વયમર્યાદા ૩૦ વર્ષ છે. અરજી કરવા માટે www. kvsangathan.nic.in  વેબસાઇટ ઉપર જઇ શકાય છે.

સંકલનઃ

ડો. પરાગ

દેવાણી

મો. ૯૮૨૪૪ ૫૧૫૪૧

(4:23 pm IST)

Fatal error: Uncaught Error: Call to undefined method CI_Model::__destruct() in /home/archive/public_html/application/models/Other_section_model.php:14 Stack trace: #0 [internal function]: Other_section_model->__destruct() #1 {main} thrown in /home/archive/public_html/application/models/Other_section_model.php on line 14