-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
અમેરિકાના વુડબ્રિજમાં 8 માર્ચના રોજ" ઇન્ટરનેશનલ વુમન્સ ડે" ઉજવાયો : ઈન્ડો અમેરિકન સીનીઅર એશોશિએશન સંચાલિત વુમેન્સ વિગ આયોજિત ઉજવણીમાં 50 ઉપરાંત મહિલાઓએ હાજરી આપી

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : અમેરિકાના વુડબ્રિજમાં ઈન્ડો અમેરિકન સીનીઅર એશોશિએશન સંચાલિત વુમેન્સ વિંગના ઉપક્રમે 8 માર્ચના રોજ ઇન્ટરનેશનલ વુમન્સ ડે ઉજવાઈ ગયો.ગોલ્ડન એરા ડે કેરમાં કરાયેલી ઉજવણીમાં 50 જેટલી મહિલાઓ હાજર રહી હતી.
પ્રથમ ચીફ ગેસ્ટ તરીકે પધારેલા સુશ્રી રમાબેન ઠાકર ( અસ્મિતા કેર ) નું સ્વાગત તથા ઓળખાણ વિધિ કરાયેલ સાથે સાથે આવેલા ગેસ્ટ શ્રી શૈલુ દેસાઈ ( ગુજરાત ટાઈમ્સ ) ,સુશ્રી દિપ્તીબેન જાની ( અકિલા ન્યુઝ ) સ્વજનના સુશ્રી મીનાબેન શાહ ,રુદ્ર બ્રાહ્મણ સમાજના સુશ્રી લીનાબેન ભટ્ટ ,ની હાજરી નોંધપાત્ર હતી.
વુમન્સ વિગ ના કોઓર્ડીનેટર સુશ્રી ભગવતીબેન શાહ નાદુરસ્ત તબિયત હોવા છતાં હાજર રહ્યા હતા.તે પ્રેરણાદાયક છે.આ મિટિંગમાં શ્રી પ્રવીણ શાસ્ત્રીની અધૂરી વાર્તાનો ડિબેટ હતો.સુશ્રી અનસૂયા અમીને વાર્તા વાંચી સંભળાવી.પછી વાર્તા પૂર્ણ કરવાના પ્રશ્નો પૂછવામાં આવ્યા.બહેનોને વિચારવા માટે એક કલાકનો સમય આપવામાં આવ્યો હતો.તે દરમિયાન સુશ્રી સંગીતાબેન પીપરીયા તથા સુશ્રી અનસુયાબેન અમીને બિન્ગો રમાડ્યો.બિન્ગોની રમત પછી વાર્તાના પ્રશ્નોનું ડિસ્કશન થયું.ઘણીબધી બહેનોએ ચર્ચામાં ભાગ લીધો.સુશ્રી શૈલુબેન ,સુશ્રી દિપ્તીબેન ,સુશ્રી લીનાબેન એ પણ ચર્ચામાં ભાગ લીધો હતો.
અંતમાં સુશ્રી સંગીતાબેન પીપરીયાએ ટી.વી.એશિયા ગોલ્ડન એરાના ઓનર શ્રી બિમલભાઈ ,ચીફ ગેસ્ટ સુશ્રી રમાબેન ,સુશ્રી શૈલુબેન ,સુશ્રી દિપ્તીબેન ,ચટકારેસ્ટીના શ્રી પિનાકીન પટેલનો આભાર માન્યો હતો.ત્યારબાદ બિન્ગોની વિજેતા બહેનોને ઇનામ અપાયા હતા.
છેલ્લે સહુ ચટકા રેસ્ટોરન્ટનું સ્વાદિષ્ટ ભોજન લઇ છુટા પડ્યા હતા.