-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
અમેરિકાના ન્યૂજર્સીમાં રાત્રીના 8 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી કર્ફ્યુ : કોરોના વાઇરસનો વ્યાપ અટકાવવા ન્યુજર્સી ,ન્યુયોર્ક ,અને કનેક્ટીકટમાં અમલનો આદેશ કરવા ત્રણે ગવર્નરોની સૂચના : કેસિનો ,બાર્સ, જીમ્સ, મુવી થીયેટર્સ ,ક્લબ્સ ,પરફોર્મિંગ આર્ટસ સેન્ટર્સ નવી સૂચના ન આવે ત્યાં સુધી બંધ રાખવાના રહેશે : પબ્લિક તથા પ્રાઇવેટ સ્કૂલો ,યુનિવર્સીટિસ ,બંધ : જીવન જરૂરી ચીજો તથા લોકોના આરોગ્ય સાથે જોડાયેલા વ્યવસાયો જેવાકે સુપર માર્કેટ્સ ,ફાર્માસિસ્ટ્સ , ગેસ સ્ટેશન્સ ,મેડિકલ ઓફિસીસ ,રાત્રીના 8 વાગ્યા પછી ચાલુ રાખી શકાશે : આ સમય દરમિયાન ખાસ સંજોગો સિવાય ઘરની બહાર ન નિકાવા સૂચના : કોરોના વાઇરસથી મૃત્યુ પામતા લોકોની વધી રહેલી સંખ્યાને ધ્યાને લઇ ગઈકાલ સોમવારથી અમલી બનાવાયેલો આદેશ

ન્યુજર્સી : કોરોના વાઇરસના વ્યાપને રોકવા ન્યુજર્સી ગવર્નર ફીલ મુર્થીએ નાગરિકોને રાત્રીના 8 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી ઘરની બહાર ન નિકાવાનો આદેશ કર્યો છે.તથા આ સમય દરમિયાન કર્ફ્યુ જાહેર કર્યો છે.
આથી તમામ કેસિનો ,બાર્સ ,મુવી થિએટર્સ , ક્લબ્સ,પરફોર્મિંગ આર્ટસ સેન્ટર્સ,તેમજ જીમ્સ સોમવારે રાત્રીના 8 વાગ્યાથી બંધ રાખવાના રહેશે જે બીજી સૂચના ન મળે ત્યાં સુધી બંધ રાખવાના રહેશે તેવો આદેશ ન્યુજર્સી ,ન્યુયોર્ક અને કનેક્ટિકટના ગવર્નરોએ સંયુક્ત રીતે આપ્યો છે.ઉપરાંત લોકો રેસ્ટોરન્ટ્સમાં જમવા જઈ શકશે નહીં પરંતુ રેસ્ટોરન્ટ્સ હોમ ડિલિવરી સેવા આપી શકશે તેમજ ઉપરોક્ત સમય દરમિયાન વ્યવસાયો પણ બંધ રાખવાના રહેશે જેનો અમલ ફરીથી ચાલુ કરવા માટે બીજી સૂચના ન મળે ત્યાંસુધી કરવાનો રહેશે જેનો હેતુ તમામ નાગરિકો તથા યુવાનોને કોરોના વાઇરસથી બચાવી ઘરોમાં સલામત રાખવાનો છે.
કર્ફ્યુ દરમિયાન શું ખુલ્લું રાખી શકાશે અને શું બંધ રાખવાનું રહેશે તે અંગે સ્પષ્ટતા કરતા ત્રણે ગવર્નરોએ જણાવ્યું હતું કે પબ્લિક તથા પ્રાઇવેટ સ્કૂલો ,યુનિવર્સીટિસ ,બીજી સૂચના ન આવે ત્યાં સુધી બંધ રાખવાના રહેશે .જીવન જરૂરી ચીજો સિવાયની વસ્તુઓનો વ્યવસાય કરતા લોકોએ રાત્રીના 8 વાગ્યે તે બંધ કરી દેવાના રહેશે .તેમજ વ્યવસાયના સ્થળે 50 થી વધુ લોકોને ભેગા કરી શકાશે નહીં,તથા ભેગા થયેલા લોકો વચ્ચે ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર રાખવાનું રહેશે .લોકોના આરોગ્ય તથા વેલ્ફેરને લગતી અને જીવન જરૂરી ચીજો જેવીકે સુપર માર્કેટ્સ ,ગ્રોસરી ,ફાર્માસ્યુટિકલ્સ ,ગેસ સ્ટેશન ,તથા મેડિકલ ઓફિસીસ ,સહિતના વ્યવસાય રાત્રીના 8 વાગ્યા પછી ચાલુ રાખી શકાશે .ઉપરાંત રાત્રીના 8 વાગ્યાથી સવારે 5 વાગ્યા દરમિયાન બિનજરૂરી મુસાફરી કે આવનજાવન ટાળવાની સલાહ આપી છે.બીમાર વ્યક્તિની ખબર કાઢવા કે જરૂરી કામે જતા હો તો જ ઘરની બહાર નીકળવાની સૂચના આપી છે.
ન્યૂજર્સીમાં 5 વર્ષથી 93 વર્ષની ઉંમરના 178 લોકોને સોમવાર સુધીમાં કોરોના પોઝિટિવ આવ્યો છે.બર્ગન કાઉન્ટીમાં સોમવાર સુધીમાં આ આંકડો 61 થઇ જવા પામ્યો છે. જે અત્યાર સુધીનો સૌથી ન્યુજર્સીનો સૌથી મોટો આંકડો છે.જે પૈકી 3 લોકો મૃત્યુ પામ્યા છે.
પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ પણ સોમવારે પબ્લિક સ્કૂલોમાં 10 વધુ લોકોને ભેગા થવાનું ટાળવાની સૂચના આપી છે. ન્યુજર્સી , ન્યુયોર્ક ,તથા કનેક્ટિકટના ત્રણે ડેમોક્રેટિક ગવર્નરોએ CDC ગાઇડ લાઇનનો અમલ કરવા સૂચના આપી છે.
ત્રણે ગવર્નરોએ ઉપરોક્ત કર્ફ્યુ સહિતની સુચનાઓનો કડક અમલ કરવા આદેશ કર્યો છે જેનો ભંગ કાયદાનો ભંગ ગણાશે તેમ જણાવ્યું છે.તેવું નોર્થ જર્સી ડોટ કોમ અને ધ રેકોર્ડના અહેવાલ દ્વારા જાણવા મળે છે.