Gujarati News

Gujarati News

News of Saturday, 14th March 2020

દેશ વિદેશની મુસાફરી ટાળજો : અમેરિકામાં અભ્યાસ કરતા ભારતના સ્ટુડન્ટ્સને ન્યુયોર્ક સ્થિત કોન્સ્યુલ જનરલની સલાહ : કોરોના વાઇરસના કારણે અમેરિકાના અમુક યુનિવર્સીટી કેમ્પસ બંધ થતા મિત્રો કે સબંધી સાથે રહેવા મળે તો સગવડ કરી લેવા અનુરોધ

ન્યુયોર્ક : કોરોના વાઇરસ સામે અગમચેતીના પગલાંરૂપે અમેરિકાની અમુક યુનિવર્સીટીઓના કેમ્પસ બંધ કરી દેવાયા છે.પરિણામે મુશ્કેલીમાં મુકાઈ ગયેલા ભારતના સ્ટુડન્ટ્સને ન્યુયોર્ક સ્થિત કોન્સ્યુલેટ જનરલએ વિદેશની તેમજ સ્થાનિક મુસાફરી ન કરવા સલાહ આપી છે.
તેમણે જણાવ્યું છે કે અમુક યુનિવર્સીટીઓ દ્વારા ઓનલાઇન અભ્યાસ કરાવવાનું ચાલુ છે.ઉપરાંત કેમ્પસ બંધ થતા રહેવા માટે જો બની શકે તો મિત્રો કે સબંધીઓને ત્યાં રહેવાનું રાખજો
ઉપરાંત યુનિવર્સીટીમાં તપાસ કરી તેઓ દ્વારા અપાતી હેલ્થ સર્વિસ ,ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ સર્વિસ સહિતની સેવાઓ અંગે જાણકારી મેળવી તેનો ઉપયોગ કરશો.તેવું  સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:05 pm IST)