-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
તમારા વતનમાં પાછા જાવ : વ્યક્તિદીઠ 6 લાખ રૂપિયા આપીશું : ગ્રીસ અને યુરોપીઅન યુનિયનની અપીલ : શરણાર્થીઓના કેમ્પ હાઉસફુલ થઇ જવાથી અને કોરોના વાઇરસના ફફડાટને કારણે એક માસ માટે જાહેર કરાયેલી યોજના

એથેન્સ : આંતરિક યુદ્ધનો સામનો કરી રહેલા સીરિયા, લિબિયા, સુદાન જેવા દેશોમાંથી લોકો હિજરત કરી જુદા જુદા દેશોમાં આશરો લેવા મજબૂર છે. સ્થિતિ એવી બની ગઈ છે કે જે દેશોમાં આ લોકો પહોંચી રહ્યા છે ત્યાં તેમને સાચવવા મુશ્કેલ થઈ ગયા છે. તેનો સૌથી વધુ ભોગ યુરોપ બની રહ્યું છે. એવામાં ગ્રીસ અને યુરોપિયન યુનિયને શરણાર્થીઓની ભીડ ઓછી કરવા માટે ઘરવાપસીની એક યોજના લોન્ચ કરી છે. તે હેઠળ સ્વેચ્છાએ ઘરે એટલે કે પોતાના વતન પાછા જનારા પ્રવાસીઓને 7000 યુરો એટલે કે આશરે 6-6 લાખ રૂપિયા અપાશે. તેમાંથી 5000 યુરો ગ્રીસ ચૂકવશે અને 2000 યુરોની મદદ ઈયુ કરશે. આ યોજનાની જાહેરાત ઈયુના ગૃહ બાબતોના કમિશનર યેલ્વા જોહાનસને એથેન્સમાં કરી હતી. તે મુજબ આ સ્કીમ ફક્ત એક મહિના માટે લાગુ કરાઇ છે અને ફક્ત એ જ પ્રવાસીઓ પર લાગુ પડશે જે એક જાન્યુઆરી 2020 પછી ગ્રીસ કે યુરોપમાં પહોંચી ચૂક્યા છે. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર માઈગ્રન્ટ્સ અને ફ્રન્ટેક્સ જેવાં સંગઠન ગ્રીસની મદદ કરશે. જેનો હેતુ હાઉસફુલ થઇ ગયેલા શરણાર્થીઓની ભીડ ઓછી કરવાનો તથા કોરોના વાઇરસના ભયમાંથી સ્થાનિક પ્રજાજનોને મુક્ત કરવાનો છે.કારણકે હાલમાં આ દેશોના શરણાર્થી કેમ્પોમાં ક્ષમતા કરતા સાતથી આઠ ગણા શરણાર્થીઓ થઇ ગયા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.