Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2024

અમે ના ભૂલીએ તમને 'બાપુ' : અમેરિકામાં ગુજરાતી અસ્મિતા ઉજાગર કરનાર યશસ્વી વિભૂતી સુરેશભાઈ જાનીની ચિરવિદાયને તા. 3 મેં ના રોજ 6 વર્ષ પૂર્ણ : તેમના પત્ની શ્રીમતી દીપતિબેન - પુત્ર અમિત, અકિલા - ગણાત્રા પરિવાર અને મિત્રો - સ્નેહીઓ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ

અમેરિકામા ભાજપ - સંઘની વિચારધારા મહેકાવનાર સુરેશભાઈ જાનીની અણધારી વિદાયની ગરવા ગુજરાતીઓને હંમેશા ખોટ સાલશે

રાજકોટ : અમેરિકાની ધરતી પર ગુજરાતી અસ્મિતા ઉજાગર કરનાર યશસ્વી વિભૂતી શ્રી સુરેશભાઈ જાનીની ચીરવિદાયને તા. 3 મેં ના રોજ 6 વર્ષ પૂર્ણ થયા છે. અમેરિકામાં ભારતીય સમાજના અગ્રણી શ્રી સુરેશભાઈ  જાનીનું  લાંબી બીમારી સામે ઝઝુમ્મયા 6 વર્ષ પહેલા દુઃખદ નિધન થયું હતું.

ભાજપ - સંઘની વિચારધારાને અમેરિકામાં પણ મહેકાવનાર સુરેશભાઈની અણધારી વિદાયથી તેમના સગા - સંબંધીઓ, સ્નેહીજનો અને બહોળા મિત્ર વર્તુળમાં ઘેરા શોકની લાગણી પ્રસરી હતી. આજે તેઓની ચિરવિદાયને 5 વર્ષના વહાણાં વીત્યા છે ત્યારે અકિલા - ગણાત્રા પરિવાર અને તેઓના સ્નેહી - સબંધીઓ સહિતનાએ તેઓને શ્રધાસુમન અર્પણ કર્યા હતા.

અકિલા પરિવારના આત્મીય એવા સુરેશભાઈ જાની અમેરિકાના ભારતીય જનસમુદાયના અગ્રણી હતા અને 'ઓવરસીઝ ફ્રેન્ડઝ ઓફ ભારતીય જનતા પાર્ટી' (યુએસએ) ના સ્થાપકો પૈકીના એક હતા. એસોસીએશન ઓફ ઇન્ડિયન્સ ઇન નોર્થ અમેરિકા (AIANA - ચાલો ગુજરાત ફેઇમ), ગુજરાત ફાઉન્ડેશન સહિત અનેક સંસ્થાના તેઓ સ્થાપક હતા. AIANA સંસ્થાના તેઓ ચેરમેન હતા.

શ્રી સુરેશ જાનીનો જન્મ નવેમ્બર ૧૦, ૧૯૫૮માં મહેસાણા જિલ્લામાં થયો હતો. મહેસાણામાં નાનપણમાં જ પિતાજીની છત્રછાયા ગુમાવી પરંતુ તેમના માતા આનંદીબહેને વિપરીત પરિસ્થિતિઓમાં પણ ભાઇઓ તથા બહેનોને ઉછેર પૂર્ણ જવાબદારી સાથે કર્યો, એટલું જ નહીં તે તમામને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું હતું. સંઘર્ષમય જીવન સાથે સુરેશભાઇએ વિજાપુરની પિલવાઇ કોલેજમાંથી બી.એસ.સી. (રસાયણશાસ્ત્ર) કર્યું. શાળા અને કોલેજકાળ દરમિયાન યુવક પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયા હતા.

(1:11 am IST)

Fatal error: Uncaught Error: Call to undefined method CI_Model::__destruct() in /home/archive/public_html/application/models/Nri_news_model.php:14 Stack trace: #0 [internal function]: Nri_news_model->__destruct() #1 {main} thrown in /home/archive/public_html/application/models/Nri_news_model.php on line 14