-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
જનતા કર્ફ્યુની સ્થિતિ કેવી હોય ? :પીએમ મોદીએ કોરોના સામે લડવા યુદ્ધ સમયનું બ્લેકઆઉટ ,ઘરોના કાચ પર કાગળો લગાડવા-લાઈટો બંધ કરવાનું યાદ દેવડાવ્યું
પીએમએ કહ્યુ- 22 માર્ચે આપણો આ પ્રયાસ, આત્મ-સંયમ, દેશહિતમાં કર્તવ્ય પાલનના સંકલ્પનું એક પ્રતિક હશે

નવી દિલ્હીઃ કોરોના વાયરસને લઈને વડાપ્રધાન મોદીએ દેશને સંબોધિત કર્યાં છે પીએમ મોદીએ કહ્યું કે 'આ સંકટ એવું છે, જેને વિશ્વભરમાં માનવજાતિને સંકટમાં મુકી દીધી છે.130 કરોડ નાગરિકોએ કોરોના વૈશ્વિક મહામારીનો મુકાબલો કર્યો છે, જરૂરી સાવચેતી રાખી છે.પરંતુ છેલ્લા કેટલાક દિવસથી તેવું પણ લાગી રહ્યું છે કે જેમ આપણે સંકટથી બચેલા છીએ, બધુ યોગ્ય છે. વૈશ્વિક મહામારી કોરોનાથી ચિંતામુક્ત થઈ જવાનો વિચાર સારો નથી. પીએમે લોકોને અપીલ કરી કે જનતા કર્ફ્યૂ લગાવો
પીએમ મોદી મુજબ આ રવિવાર એટલે કે 22 માર્ચે સવારે 7 કલાકથી રાત્રે 9 કલાક સુધી કોઈ વ્યક્તિ ઘરની બહાર ન નિકળે. પોતાની જાતને કર્ફ્યૂ જેવી સ્થિતિ કરવાની છે. પીએમ મોદીએ અપીલ કરી છે કે સંભવ હોય તો દરેક વ્યક્તિ પ્રતિદિન ઓછામાં ઓછા 10 લોકોને ફોન કરીને કોરોના વાયરસના બચાવના ઉપાયોની સાથે જનતા-કર્ફ્યૂ વિશે પણ જણાવે. પીએમે અપીલ કરી છે કે રવિવારે સાંજે 5 કલાકે આપણે આપણા ઘરના દરવાજા પર ઉભા રહીને 5 મિનિટ સુધી એવા લોકોનો આભાર વ્યક્ત કરીએ જે કોરોના વાયરસ વિરુદ્ધ લડાઈ લડી રહ્યાં છે. પીએમે હોસ્પિટલ પર દબાવનો ઉલ્લેખ કરતા લોકોને કહ્યું કે, રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ જવાનું જેટલું સંભવ હોય ન જાવ.
વડાપ્રધાન અનુસાર, આ જનતા કર્ફ્યૂ, કોરોના જેવા વૈશ્વિક મહામારી વિરુદ્ધ લડાઇ માટે ભારત કેટલું તૈયાર છે, તે જોવાનો અને કસોટીનો પણ સમય છે. તેમણે કહ્યું કે, જનતા કર્ફ્યૂ એક પ્રકારથી ભારત માટે એક કસોટી જેમ હશે. પીએમ પ્રમાણે, 22 માર્ચે આપણો આ પ્રયાસ, આત્મ-સંયમ, દેશહિતમાં કર્તવ્ય પાલનના સંકલ્પનું એક પ્રતિક હશે. 22 માર્ચે જનતા કર્ફ્યૂની સફળતા, તેના અનુભવ, અમે આવનારા પડકાર માટે પણ તૈયાર રહીશું.
વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું, આજની પેઢી તેનાથી પરિચિત નહીં હોય પરંતુ જૂના સમયમાં યુદ્ધની સ્થિતિ થતી તો ગામ ગામમાં બ્લેક આઉટ કરવામાં આવતું હતું. ઘરોના કાચ પર કાગળ લગાવવામાં આવતો હતો, લાઇટો બંધ કરી દેવામાં આવતી હતી.
પીએમ મોદીએ જાહેરાત કરી કે નાણા મંત્રીના નેતૃત્વમાં કોવિડ-19 ઇકોનોમિક ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સ નક્કી કરશે કે આર્થિક મુશ્કેલી ઓછી કરવા માટે જેટલા સંભવ પગલા હોય, તેના પર પણ પ્રભાવિ અમલ થાય.