-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
ભારતમાં કોરોનાની સાથે...
૨૨મી માર્ચથી કોઇ ઇન્ટરનેશનલ વિમાન નહીં

નવીદિલ્હી, તા. ૧૯ : કોરોના વાયરસના કારણે ભારતભરમાં કેસોની સંખ્યા વધીને ૧૭૩ થઇ ચુકી છે. સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં કેસોની સંખ્યામાં અવિરતપણે વધારો થઇ રહ્યો છે. ભારતમાં કોરોનાને લઇને ઘટનાક્રમનો દોર નીચે મુજબ છે.
૨૨મીથી કોઇ ઇન્ટનેશનલ વિમાન નહીં
સરકારે આજે માહિતી આપતા જણાવ્યું હતું કે, કોરોનાની વધતી જતી દહેશત વચ્ચે ૨૨મી માર્ચથી ભારતમાં કોઇપણ ઇન્ટરનેશનલ વિમાનનું ઉતરાણ થશે નહીં. સાવચેતીના પગલારુપે આ નિર્ણય કરવામાં આવ્યો છે. ભારતમાં અન્ય અનેક પગલા પણ લેવાઈ રહ્યા છે. કેસોની સંખ્યા ૧૭૩ પહોંચી છે અને મોતનો આંકડો ચાર પર પહોંચી ગયો છે ત્યારે આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મુંબઈમાં કોરોનાથી હાહાકાર
મુંબઈમાં કોરોના વાયરસને લઇને ભારે હાહાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ૨૬ હજારથી વધુ લોકોને ક્વેરેન્ટીનમાં રાખવામાં આવ્યા છે. કોરોના વાયરસના પરિણામ સ્વરુપે મુંબઈમાં સેન્ટ માઇકલ ચર્ચમાં પહેલી એપ્રિલ સુધી એક સાથે લોકોના એકત્રિત થવા પર પ્રતિબંધ મુકાયો છે. બીજી બાજુ મુંબઈ નગરનિગમે ૩૧મી માર્ચ સુધી અખાત દેશોથી આવનાર ૨૬૦૦૦ ભારતીયોને અલગ રીતે રાખવાની વ્યવસ્થા કરાઈ છે. ૩૧મી માર્ચ સુધી ૨૬૦૦૦ લોકો આ દેશોમાંથી પહોંચશે.
મુંબઈ સહિત મોટા શહેરોમાં માર્ગો સુમસામ
દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઈમાં તમામ માર્ગો સુમસામ બનેલા છે. ભરચક રહેતા વિસ્તારો ખાલી થઇ ગયા છે. માત્ર મુંબઈ જ નહીં બલ્કે દેશના જુદા જુદા ભાગોમાં મોટા શહેરોમાં માર્ગો સુમસામ બન્યા છે. કોરોનાની દહેશતના લીધે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. હવે ભરચક રહેતા વિસ્તારોમાં ગણતરીના લોકો દેખાઈ રહ્યા છે. ક્રાફ્ટ માર્કેટ, દાદર ફુલ માર્કેટ, શિવાજી પાર્ક, ચર્ચગેટ સ્ટેશનથી હોકસ ગાયબ થઇ ગયા છે. લોકલ ટ્રેનો અને મેટ્રો સ્ટેશનો ઉપર પણ ઓફિસ ટાઈમ સિવાય ખુબ ઓછી પબ્લિક જોવા મળી રહી છે.
ઉદ્ધવ સરકાર દ્વારા નિર્ણય
કોરોનાના પ્રકોપથી બચવા માટે મુંબઈના જુદા જુદા વિસ્તારોમાં કઠોર નિયંત્રણો લાગૂ કરવામાં આવ્યા છે. સાથે સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા કઠોર નિર્ણય લેવાયા છે. ઓફિસોમાં સરકારી કર્મચારીઓની ઉપસ્થિતિ ૫૦ ટકા કરવાને લઇને દુકાનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ સંદર્ભમાં લોકલ કોર્પોરેશનને સમય મર્યાદા નક્કી કરવાનો આદેશ જારી કરાયો છે. બીએમસી દ્વારા મોડી રાત્રે સરક્યુલર જારી કરીને દુકાનોને એક દિવસ ખોલવા અને એક દિવસ બંધ રાખવાના આદેશ અપાયા છે.
મુંબઈમાં ઓડ ઇવન ફોર્મ્યુલા
કયા રોડ પર દુકાનો કયા દિવસે ખુલશે તે સંદર્ભમાં વોર્ડ ઓફિસર દ્વારા નિર્ણય કરવામાં આવશે. આનાથી અડધાથી વધુ મુંબઈ બંધ રહેનાર છે. બેસ્ટ, એસટી અને પ્રાઇવેટ બસોને ૫૦ ટકાની ક્ષમતા સુધી જ યાત્રીઓને ટિકિટ આપવા માટે કહેવામાં આવ્યું છે. સરકારી ઓફિસોમાં ૫૦ ટકા કર્મચારીઓને રજા આપવા માટેની સૂચના અપાઈ છે. જે કર્મચારી એક દિવસ આવશે તે આગલા દિવસે આવશે નહીં.
વિદેશમાં ફસાયેલા ભારતીયોને લાવવાની કવાયત
વિદેશમાં ફસાયેલા લોકોને લાવવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. મલેશિયા, ઉઝબેકિસ્તાન, ઇટાલી, ઇરાન, ફિલિપાઈન્સ, ઇન્ડોનેશિયામાં ૪૦૦૦થી વધુ ભારતીય લોકો ફસાયેલા છે. આ લોકો દ્વારા ભારત સરકાર પાસેથી મદદની માંગ કરવામાં આવી રહી છે. વિદેશોમાં ભોજનની વ્યવસ્થા પણ થઇ રહી નથી. તેલંગાણા સહિતના રાજ્યો દ્વારા વિદેશમાંથી ભારતીયોને લાવવા માટેની અપીલ કરવામાં આવી છે. ઇરાનમાં પહેલાથી જ ૨૫૫ ભારતીયો કોરોના સકંજામાં આવી ચુક્યા છે