-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
કોરોનાના કારણે એક બે નહીં પણ રદ કરવામાં આવી ૧૬૮ ટ્રેનો
રેલમાં યાત્રાનો પ્લાન કરી ચુકેલા યાત્રીકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે

નવી દિલ્હી, તા.૧૯: કોરોનાની અસર હવાઈ મુસાફરીની સાથે સાથે રેલવે મુસાફરી પર પણ જોવા મળી રહી છે. ભારતીય રેલવેએ કોરોના વાયરસના કારણે ૧૬૮ ટ્રેનોને ૨૦ માર્ચથી ૩૧ માર્ચ સુધી કેન્સલ કરી દીધી છે. રેલવેએ એવો નિર્ણય ટ્રેનમાં મુસાફરોની સંખ્યામાં આવેલી કમીને જોઈને કર્યો છે. જોકે આટલી ટ્રેનો રદ કરવાના કારણે રેલમાં યાત્રાનો પ્લાન કરી ચુકેલા યાત્રીકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ પહેલા ભારતીય રેલવેએ કોરોનાના ખતરાને જોતા ૮૦ ટ્રેનોને રદ કરી દીધી હતી. રદ કરેલી ટ્રેનોમાં ઉત્તર રેલવેની ૮ ટ્રેનોનો સમાવેશ થાય છે.
તેમાં છત્રપતિ શિવાજી મહારાજ નિજામુદ્દીન રાજધાની એકસપ્રેસ, દિલ્હી સરાય રોહિલ્લા પઠાનકોટ એકસપ્રેસ, અંબાલા કેન્ટ શ્રીગંગાનગર અંબાલા ઈન્ટરસિટી એકસપ્રેસ, નવી દિલ્હી ફિરોજપુર શતાબ્દી એકસપ્રેસ અને હજરત નિજામુદ્દીનથી છત્રપતિ શિવાજી ટર્મિનસ રાજધાની એકસપ્રેસનો પણ સમાવેશ થાય છે. મહામારી બની ચુકેલા કોરોનાના ખતરાને જોવા રેલવે એલર્ટ પર છે. ઈન્ડિયન રેલવેએ મંડલ રેલ અધિકારીઓને દ્યણા નિર્દેશ આપ્યા છે. આ નિર્દેશને ભારતીય રેલમાં કોઈ પણ એવા કેટરિંગ કર્મચારીને ખાવા-પીવાની સેવામાટે નિયુકત ન કરવાની વાત કરવામાં આવી છે જેને શરદી-ખાસી કે શ્વાસ લેવામાં મુશ્કેલી થતી હોય.
રદ્દ કરી દેવામાં આવેલી ટ્રેનની લિસ્ટમાં લાંબા અંતરની પણ અમુક ટ્રેનો છે. આ ઉપરાંત ઈન્ડિયન રેલવેએ ગુરુવારની સવારે ૭.૩૦ વાગ્યા સુધી ૫૨૪ રદ્દ ટ્રેનોની લિસ્ટ જાહેર કરી હતી. આ ટ્રેનમાં મેલ, જનશતાબ્દી, સુપરફાસ્ટ ટ્રેન, પેસેન્જર એકસપ્રેસ અને હમસફર ગાડિઓની સાથે અમુક સ્પેશલ ટ્રેનોને પણ રદ્દ કરવામાં આવી છે. રેલવેએ ગુરુવાર માટે અત્યાર સુધી ૪૦૫ ટ્રેનો સંપૂર્ણ રીતે રદ્દ કરી છે. જયારે ૧૧૯ ગાડિઓને આંશિક રીતે કેન્સલ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત સવારના ૭:૩૦ વાગ્યા સુધી ૩૪ ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. કેન્સલ ટ્રેનોની સંપૂર્ણ લિસ્ટ જોવા માટે રેલવેની ઓફિસયલ વેબસાઈટ અથવા મોબાઈલ એપ નેશનલ ટ્રેન ઈકવારી સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યા છે. રેલવેની હેલ્પલાઈન નંબર ૧૩૯થી પણ રદ્દ ટ્રેનોની જાણકારી લઈ શકે છે.