-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
હેલ્થ ઇમરજન્સી - લોકડાઉન કે અન્ય ? આજે મોદીનું રાષ્ટ્ર જોગ સંબોધન
કોરોના સામે લડવા બાબતે કરશે જાહેરાત : દેશમાં નોંધાયા ૧૭૩ કેસ

નવી દિલ્હી તા. ૧૯ : ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે . અત્યાર સુધીમાં ૩ લોકોના મોત નિપજયા છે. ત્યારે ૧૫૩ એકિટવ કેસ તેમજ ૧૭૨ લોકો કોરોનાગ્રસ્ત છે. ૧૬૮ ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. પીએમ મોદીઓ આજે રાતે ૮ વાગે કોરોના વાયરસને લઈને પ્રજાને સંબોધશે. ત્યારે લોકોમાં એવી અટકળો ચાલી રહી છે કે તે આજે લોક ડાઉન કરવાની જાહેરાત કરવામાં આવી છે.
કોરોના વાયરસની વચ્ચે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશને સંબોધવાના છે. અત્યાર સુધીમાં ૧૭૨ કોરોનાના કેસ ભારતમાં સામે આવ્યા છે. ૩ લોકોના મોત નિપજયા છે. લોકોમાં ભયનો માહોલ છે ત્યારે આજે પીએમ મોદી શું કહેવાના છે તેના પણ તમામ લોકોની નજર છે. શું પ્રધાનમંત્રી કોઈ મોટુ એલાન કરવાના છે. શું તેઓ લોકોને ઘરમાં જ રહેવા માટે અપીલ કરવાના છે કે બીજી કોઈ જાહેરાત કરવાના છે આ અંગે અનેક અટકળો ચાલી રહી છે.
બુધવારે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસને લઈને મોટી બેઠક કરવામાં આવી છે. જેમાં વરિષ્ઠ અધિકારીઓ હાજર કર્યા હતા. આ દરમિયાન દેશની હોસ્પિટલોની વ્યવસ્થા, સેમ્પલ ચેકિંગ સેન્ટર, તેમજ તમામ પ્રવાસીઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી. આ બાદ પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી જણાવવામાં આવ્યું હતું કે ગુરુવારે રાતે ૮ વાગે પ્રધાનમંત્રી દેશને સંબોધીત કરશે. ઉલ્લેખનીય છે કે નોટબંધી વખતે, સ્પેસ મિસાઈલ લોન્ચ કરતા સમયે પીએમએ દેશને સંબોધન કર્યુ હતુ.
જયારથી દેશમાં કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. એકસપર્ટથી લઈને સરકાર દ્વારા ઘરમાં જ રહેવા માટે સલાહ આપવામાં આવી રહી છે. લોકોથી તેમજ ભીડવાળા વિસ્તારથી દુર રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. કોરોનાનો કહેર અનેક રાજયોમાં ફેલાતા મોલ, સ્કુલ, કોલેજ, જીમ તેમજ અનેક પબ્લિક પ્લેસ બંધ કરી દેવામાં આવ્યા છે.
જો પ્રધાનમંત્રી પોતે લોકડાઉનનનું એલાન કરે છે અને લોકોને સાવધાન રહેવાની અપીલ કરે છે તો તેમની વાત એક મોટા સમુદાય સુધી પહોંચશે. તેમજ લોકો કોરોના વાયરસના ખતરાને ગંભીરતાથી લેશે. આ ઉપરાંત આની મહામારીને જોતા નેશનલ ઈમરજન્સી અથવા હેલ્થ ઈમરજન્સી જેવી સ્થિતિનો ઉપયોગ કરી શકાય છે.