-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
(૧) ગાડી ખરીદતી વખતે (ર) રોડ સેસ (૩) ટોલ ટેક્ષ
બાઇકથી લઇને કાર સુધી રસ્તા પર વાહન ચલાવનારે આપવા પડે છે ૩ પ્રકારના રોડ ટેક્ષ

નવી દિલ્હી, તા.૧૯: ગત દિવસોમાં સરકારે ડીઝલ-પેટ્રોલ પર એકસાઈઝ ડયૂટી અને રોડ સેસ વધારી દીધો છે. ૨ રૂપિયા એકસાઈઝ ડ્યૂટી અને ૧ રૂપિયા રોડ સેસ પ્રતિ લિટર વધી ગયો છે. તેમાં મહત્વની વાત તો એ છે કે રોડ સેસ તો આપવો જ પડે છે, રોડ ટેકસ અને ટોલ ટેકસ પણ આપવો પડે છે. એટલે કે રોડના નામ પર ભારતમાં ૩ લેયરનો ટેકસ લાગે છે. જે લોકો ટોલવાળા રસ્તા પર નથી જતા, તેમનો ટોલ ટેકસ બચી જાય છે, પરંતુ જો લાંબા અંતરની વાત કરીએ તો હવે એવા દ્યણા ઓછા રોડ છે, જેના પર ટોલ ટેકસ ન લાગતો હોય.
રોડ ટેકસ તો મોટાભાગના દેશમાં લાગે છે, પરંતુ રોડ સેસ અને ટોલ ટેકસ મોટાભાગના દેશોમાં નથી લેવાતો. ભારતમાં ૩ લેયરના ટેકસ લાગે છે. તેના કારણે વાહનચાલકને દ્યણો બધો ટેકસ આપવો પડે છે. આ ૩ ટેકસ ઉપરાંત પ્રતિ લિટર ડીઝલ-પેટ્રોલ પર એકસસાઈઝ ડ્યૂટી અને વેટ પણ આપવો પડે છે. આવો જાણીએ ભારતમાં વાહન ખરીદનારા લોકો પર લાગતા ૩ ટેકસ વિશે.
મોટાભાગના દેશોમાં રોડ ટેકસ લેવામાં આવે છે. આ તે ટેકસ હોય છે, જે દરેક વ્યકિત વાહન ખરીદતી વખતે આપે છે. દુનિયાભરમાં તેને અલગ-અલગ નામે લેવામાં આવે છે. ભારતમાં રોડ ટેકસ બધા વાહનો પર લાગે છે, ભલે તે ખાનગી હોય કે કોમર્શિયલ. આ ટેકસ સરકાર તરફથી લેવામાં આવે છે, એટલે તે અલગ-અલગ રાજયોમાં તે અલગ-અલગ હોય છે. એ જ કારણ છે કે જયારે તમે પોતાની કાર એક રાજયથી બીજા રાજયમાં શિફ્ટ કરો છો ત્યાં તમારે ફરીથી રોડ ટેકસ આપવો પડે છે. આ ટેકસ કેટલો લાગશે, તે વાહન પર નિર્ભર કરે છે. જેમકે, બાઈકનો રોડ ટેકસ ઓછો હોય છે, કારનો વધુ અને ટ્રક-બસનો તેનાથી પણ વધારે.
સરકાર તરફથી પ્રતિ લિટર ડીઝલ-પેટ્રોલ પર રોડ સેસ લેવામાં આવે છે, જેનાથી રસ્તા, બ્રિજ, અંડરપાસ અને રસ્તા સાથે સંલગ્ન અન્ય ઈન્ફ્રાસ્ટ્રકચર બનાવાય છે. સરકાર તેને પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ કરનારાઓ પાસેથી વસૂલે છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ સરકાર તરફથી પેટ્રોલ-ડીઝલ પર ૧ રૂપિયો રોડ સેસ વધારો છે, જે હવે વધીને ૧૦ રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે. એટલે કે, તમે દર એક લિટર પેટ્રોલ-ડીઝલ ખરીદવામાં ૧૦ રૂપિયા રોડ સેસ આપો છો.
આ તે ટેકસ છે જે દરેક રસ્તા પર નથી લાગતો. કેટલાક રોડ હોય છે, જેને પહોળા બનાવાય છે, જેથી લોકોનો સમય અને ઈંધણના વપરાશમાં બચત થઈ શકે. આવા રસ્તા પર ટોલ ટેકસ લાગે છે. આ ટેકસ પણ અલગ-અલગ રસ્તા માટે અલગ-અલગ હોય છે. એ કેટલો હશે, એ તે વાત પર તો નિર્ભર કરે જ છે કે રસ્તો કેટલો લાંબો છે, સાથે જ તે એ વાત પર પણ નિર્ભર કરે છે કે તે રસ્તો કેટલો પહોળો છે. એટલે જેટલો લાંબો-પહોળો રસ્તો, ટોલ ટેકસ એટલો વધારે. જોકે, આ રસ્તા પર જેટલો ટોલ ટેકસ લાગે છે, એટલી બચત તો ડીઝલ-પેટ્રોલની પણ થઈ જાય છે. જોકે, મોટાભાગના ટોલ પ્લાઝા પર બાઈકનો ટેકસ નથી લેવાતો, પરંતુ કેટલાક એવા પણ છે, જે બાઈક પર પણ ટોલ ટેકસ લે છે.