-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
માસ્ક અને ગ્લોવ્ઝથી વાઈરસ અટકતો નથી
બની શકે તેટલો સમય ઘરમાં જ રહો

પેરિસ, તા.૧૯: કોરોના વાઈરસથી બચવા સાવચેતીના પગલે પહેરવામાં આવતા માસ્ક અને ગ્લોવ્ઝ મોટાભાગના લોકો માટે બિનજરૂરી અને બિનઅસરકારક હોવાનું જણાવતાં નિષ્ણાતોએ કહ્યું હતું કે માસ્ક અને ગ્લોવ્ઝને કારણે ચેપ વધુ ઝડપથી ફેલાય તેવી પણ શકયતા છે. ઈટલી, સ્પેન અને હવે ફ્રાન્સમાં સંપૂર્ણ બંધ જાહેર કરવામાં આવ્યો હોવા વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા પ્રારંભમાં આપવામાં આવેલી સલાહ (તમારા હાથ અવારનવાર ધોતા રહો, તમારા ચહેરાને સ્પર્શ ન કરો અને સુરક્ષિત અંતર રાખો)માં તસુભાર ફેરફાર કરવામાં નથી આવ્યો.
જો તમને શંકા હોય કે તમને કે પછી તમે જેની ખૂબ જ કાળજી લેતા હો તેવી વ્યકિતને ચેપ લાગ્યો હોય તેવી તમને શંકા હોય તો તેવા સંજોગોમાં સાવચેતીનાં પગલાંરૂપ જાહેર સ્થળોએ માસ્ક અને ગ્લોવ્ઝ પહેરો, પરંતુ બની શકે તેટલો સમય ઘરમાં જ રહો તેવી સલાહ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા આપવામાં આવી છે.
માસ્ક તમને વાઈરસના ચેપથી સુરક્ષા આપી શકે તેની પણ એક મર્યાદા હોય છે. સૌથી મહત્વની વાત એ છે કે તમારા હાથ અવારનવાર ધોતા રહો, તમારા ચહેરાને સ્પર્શ ન કરો અને સુરક્ષિત અંતર રાખો, એમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ઈમરજન્સી ડિરેકટર માઈક રાયને કહ્યું હતું.
એક અંદાજ મુજબ કોરોનાના કેસની સારવાર માટે વિશ્વભરના આરોગ્ય કામદારો માટે દર મહિને ઓછામાં ઓછાં ૮.૯ કરોડ માસ્ક જોઈશે.
વિશ્વભરમાં તબીબી વ્યાવસાયિકો માટે માસ્કની અછત પ્રવર્તી રહી છે અને આ મહામારી જેમ જેમ વકરતી જશે તેમ તેમ આ સમસ્યા વધુ ઘેરી બનતી જશે, એમ તેમણે કહ્યું હતું.