-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
તિલકવાડાના અગર ગામે ધારિયા અને કુહાડી વડે હુમલો કરનાર ત્રણને સજા ફટકારતી કોર્ટ
જુના ઝગડાની અદાવત રાખી કૌંટુંબિક ભાઈઓએ ભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : તિલકવાડાના અગર ગામે જુના ઝગડાની અદાવત રાખી કૌંટુંબિક ભાઈઓ એક ભાઈ પર ધારિયા કુહાડી અને લાકડા વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી જેમાં પોલીસે ત્રણ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.ત્રણયને કોર્ટમાં રજુ કરતા જીલ્લાના પ્રિન્સીપાલ સેશન્સ જજની કોર્ટમાં કેશ ચાલી જતા સરકારી વકીલ પ્રવીણ પરમારની દલીલ ને ધ્યાનમાં રાખી ત્રણેયને અલગ અલગ સજા કરી છે દંડ ફટકાર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર તિલકવાડાના અગર ગામના પુનાભાઈ જીવણભાઈ ભીલ 16 ઓગસ્ટ 2018નારોજ સવારના 7 વાગ્યે પોતાના ખેતરે ગયો હતો.ત્યાં ખેડાણ ક૨તો હતો તે વખતે તેનો કુટુંબીક ભાઈ રામદાસ નારણ ભીલ અગાઉના ઝઘડાની રીસ રાખી તેના ખેતરમાં હાથમાં કુહાડી લઈ ગેરકાયદેસર પ્રવેશ કરી ગમેતેમ અપશબ્દો બોલી ઝઘડો કરવા લાગ્યો હતો તેનું ઉપરાણું લઈ ઈશ્વર નારણ ભીલ પણ ધારીયુ લઈ આવ્યો અને તેની સાથે નારણ જીતા ભીલ પણ લાકડી લઈને આવેલો આ ત્રણે ભેગા થઈ કુહાડી અને ધારિયું માર્યા બાદ છાતીના ભાગે તથા પેટના ભાગે લાકડીના સપાટા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.દરમ્યાન પુના વસાવાની પત્ની બચાવ માટે બુમો પાડતા બીજા માણસો આવી ગયા હતા.ત્યારે આ ત્રણેય ત્યાંથી ભાગી ગયા હતા.
આ ત્રણેય એક સંપ થઈ પુનાભાઈ ભીલને જાનથી મારી નાખવાની કોશિશ કરતા ત્રણ સામે તિલકવાડા પોલીસમાં ગુનો નોંધી નોંધાયો હતો જે અંગે જીલ્લાના પ્રિન્સીપાલ સેશન્સ જજ જે.પી.ગઢવીની કોર્ટમાં આ કેશ ચાલી જતા સરકારી વકીલ પ્રવિણકુમાર એચ.પરમારે ધારદાર દલીલો કરતા કોર્ટે ત્રણેય હુમલા ખોરોને કસૂરવાર ઠેરવી અલગ અલગ સજાઓનો હુકમ કર્યો છે.જેમાં રામદાસ નારણ ભીલને ત્રણ વર્ષેની કેદની સજા તથા 5000 નો દંડ,ઈશ્વર નારણ ભીલને ચાર વર્ષેની કેદની સજા તથા 5000 નો દંડ જયારે નારણ જીવા ભીલને એક માસની કેદની સજા તથા 1000 નો દંડ કરવામાં આવ્યો છે. સાથે સાથે આરોપીઓ એ ભરેલ દંડની રકમ પૈકી 10,000 ફરીયાદીને વળતર પેટે ચુકવવાનો પણ હુકમ કર્યો છે.