-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Thursday, 19th March 2020
વડોદરા:દેવ નદીમાં કપડાં ધોવા ગયેલ મહિલા બની મગરનો શિકાર:65 વર્ષીય વૃદ્ધા પર મગરે જીવલેણ હુમલો કરતા સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું

વડોદરા: જિલ્લાની દેવ નદીમાં ગઈકાલે કપડા ધોવા ગયેલી મહિલાને મગર તાણી જતા લોહીલુહાણ થયેલી મહિલાનું આખરે સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
વાઘોડિયા તાલુકાના ગોરજ ગામે દેવનદીમાં ગઈકાલે બપોરે કપડા ધોવા ગયેલા 65 વર્ષીય ઝવેરીબેન લક્ષ્મણભાઇ પરમારના પગ પર હુમલો કરી મગર પાણીમાં તાણી જતા મહિલાએ મુકાબલો કર્યો હતો.
એક તબક્કે ગામજનો પણ નદીમાં ઉતરી પડયા હતા અને પથ્થરો મારી મગરને પકડવાનો પ્રયત્ન કર્યો હતો. હિંમતવાન મહિલા મગર સામે જજુમી હતી પરંતુ મગરે તેમના છાતી અને ફેફસાના ભાગે હુમલો કરતાં લોહીના ફુવારા ઉડયા હતા.
આખરે મહિલાને છોડી મગર પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. ઈજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન આજે મોત નિપજ્યું છે.
(5:26 pm IST)