-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
પાટણમાં યુવકની ધમકીઓથી ડરીને યુવતિએ આપઘાત કરી લેતા ચકચાર
પાટણ, તા. ૧૯ : પાટણ શહેર માં વિઠ્ઠલવિલા સોસાયટી માં ભાડા ના મકાન માં રહેતા રમેશભાઈ ઉમિયા શંકર જોશી ની દીકરી પાયલ બેન મકાન ના બીજા માળે રૂમ માં ન્હાવા જવાનું જણાવી રૂમ માં પુરાઈ જતા અને થોડી વાર લાગતા યુવતી ની બહેન અને માતા એ દરવાજો ખોલતા યુવતી ફાંસી ખાધેલી હાલતમાં લટકતી જોવા મળતા પરિજનો ના માથે આભ તૂટી પડ્યું હતું આ અંગે મૃતક યુવતીની બહેન ભાવિકાબેન રમેશભાઈ જોશીએ આ મામલે ચક્ષુક કુમાર હસમુખ લાલ મહેતા રહે.મૂળ હારીજ હાલ રહે યશવિહાર સોસાયટી અંબાજી નેળિયું પાટણવાળા વિરુદ્ઘ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ભાવિક બહેનની બહેન પાયલબેન દોઢ વર્ષ અગાઉ ક્રિશ્ના ઇન્ટરનેશનલ સ્કૂલ પાટણમાં નોકરી કરતી હતી તે દરમિયાન ઉપરોકત ઈસમ ચક્ષુક કુમાર મહેતાનો દીકરો પાયલબેનના કલાસ માં અભ્યાસ કરતો હોય ઉપરોકત ઈસમ પાયલ બેનના સંપકમાં આવ્યો હતો અને ત્યારબાદ પાયલબેન ને પ્રેમજાળ માં ફસાવી ધીરે ધીરે બ્લેકમેલ કરવા લાગેલ અને પરણીત હોવા છતાં પાયલ ને લગ્ન કરવા દબાણ કરી ઘર સુધી આવી દ્યર ના લોકો ને અને પાયલ હેરાન કરતો હોવાથી પાયલ સંતાતી ફરતી હતી દરમિયાન તા.૬ માર્ચ ના રોજ ઉપરોકત શખ્સ લાલ કલર નીબ્રેઝા ગાડી લઈ ઘર આગળ આવી ઘરમાં આવી તકરાર કરી ઘર ના સભ્યોને રિવલવાર બતાવી ખેલ ખતમ કરી નાખવાની ધમકી આપી બદનામ કરવાની ધમકી આપતા ઉપરોકત ઈસમ ના ત્રાસ થી આપદ્યાત કર્યો હોવાની બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.