-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
અમદાવાદ બોપલમાં હોટલમાં જુગાર રમતા મેનેજર સહીત સાત ઝડપાયા: 6.98 લાખનો મુદામાલ જપ્ત
મેનેજર ઘણા સમયથી વેપારીઓ માટે રૂમ સ્પેશલ બુક કરીને રાખતો અને જુગારધામ ચલાવતો

અમદાવાદ :અમદાવાદના બોપલમાં હોટલમાં જુગાર રમતા સાત જુગારીઓ ઝડપાયા છે પોલીસને બાતમી મળતા જ પોલીસે તે હોટલમાં રેડ કરી મેનેજર સહિત સાત લોકોની લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. મેનેજર જ છેલ્લા ઘણા સમયથી આ વેપારીઓ માટે એક રૂમ સ્પેશલ બુક કરીને રાખતો અને જુગારધામ ચલાવતો હતો.
બોપલ પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળી કે બોપલમાં આવી સ્કાય લેન્ડ હોટલમાં કેટલાંક વેપારીઓ જુગાર રમી રહ્યા છે. જેથી બોપલ પોલીસ તાત્કાલિક ત્યાં રવાના થઈ હતી. ત્યાં જઈને પહેલા તપાસ કરી અને બાતમી પાક્કી થતા જ હોટલમાં રેડ કરી હતી. રેડ દરમિયાન રૂમ નંબર-510માં છ લોકો પત્તાનો જુગાર રમતા હતાજેથી પોલીસે આ તમામ લોકો સામે જુગરધારા મુજબ અટકાયત કરી તે લોકોની ધરપકડ કરી હતી
આરોપીઓ પાસેથી પોલીસે 6.98 રૂપિયા લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીઓ પાસેથી બે કાર પણ કબ્જે કરાઈ છે.
પકડાયેલા જુગારીઓના નામ રાજુ શાહ - મેનેજર (ભગવતી નગર, કોતરપુર), ધર્મેશ મહેતા (ભગવતી નગર, કોતરપુર), ખ્વાજા મયૂદ્દીન શેખ ( વટવા), સૈયદ અલી રસુલ મિયા સૈયદ (રામોલ ગામ), ભાવેશ શાહ (સદન ફ્લેટ, વાસણા), મોહમદ આસિફ (ગોમતીપુર) અને નિલેશ શાહ (નિલહર્ષ એપાર્ટમેન્ટ, વાસણા).છે