-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
દરેક કચેરીના પ્રવેશદ્વારે હેન્ડ સેનેટાઇઝર ફરજિયાત : સરકારી પ્રવાસો પર નિયંત્રણ
વિડીયો કોન્ફરન્સનો મહત્તમ ઉપયોગ કરવા અને તાવના લક્ષણવાળા કર્મચારીને રજા આપવા સૂચના

રાજકોટ, તા. ૧૯ : રાજયના સામાન્ય વહીવટ વિભાગના અગ્રસચિવ શ્રી કમલ દયાની (આઇ.એસ.એસ) એ કોરોના વાઇરસ સંદર્ભે સૂચનાનો પરિપત્ર પ્રસિદ્ધ કર્યો છે. જેની ઝલક નીચે મુજબ છે.
* દરેક કચેરી/ સંકુલ/ સચિવાલયના દરેક બ્લોકના પ્રવેશદ્વાર નજીકમાં યોગ્ય જગ્યાએ હેન્ડ સેનેટાઇઝર (હાથ સાફ કરવાની સુવિધા) ફરજિયાતપણે મૂકવું.
* નોવેલ કોરોના વાઇરસનું સંક્રમણ ન થાય તે માટે અધિકારીઓની રૂબરૂ મુલાકાત, બેઠક વગેરે ટાળી વીડીયો કોન્ફરન્સનો વધુમાં વધુ ઉપયોગ થાય તે પ્રકારનું આયોજન કરવું.
* દરેક વહીવટી વિભાગે સંબંધિત અધિકારી / કર્મચારીઓને બિનજરૂરી સરકારી પ્રવાસો ટાળવા.
* નોવેલ કોરોના વાઇરસના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા વધુમાં કામગીરી સરકારી ઇ-મેઇલ પર થઇ શકે તે મુજબની વ્યવસ્થા સર્વે વિભાગે ગોઠવવી.
* ફલૂ જેવા રોગોના લક્ષણો ધરાવતા કર્મચારી કે અધિકારીઓને સત્વરે યોગ્ય આરોગ્ય સુવિધા આપવામાં આવે તેમજ કરોના વાઇરસ/ ફલૂ જેવા લક્ષણો જણાય તો Home-quarantine /Self-quarantine રાખવું અને જે તે વિભાગના કર્મચારીને Self-quarantine માટે સૂચના પણ આપવી, જેથી અન્ય ને લાગતો ચેપ અટકી શકે. દરેક કર્મચારી અધિકારીએ પોતાના આરોગ્યની સભાનતા બાબતે પૂરતી કાળજી રાખવી.